રશિયા પાસેથી તેલ ખરીદી મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો છે. ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લગાવ્યો છે. 27 ઓગષ્ટના રોજ નવો ટેરિફ લાગૂ કરવામાં આવશે. ટ્રમ્પે ટેરિફ આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.

કરે કોઇ ભરે કોઇ

રશિયા સાથેના તેલ સોદા પર ગુસ્સે ભરાયેલા ટ્રમ્પે આખરે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. અને આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો છે. અગાઉ ટ્રમ્પે ભારત માટે 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. હવે ભારત પર અમેરિકાનો કુલ ટેરિફ 50 ટકા થઈ ગયો છે. માત્ર 24 કલાક પહેલા, ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપી હતી. ડૉનાલ્ડ ટ્રમ્પે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે, તો ટેરિફમાં વધુ વધારો કરવામાં આવશે. ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે તેઓ ફાર્મા આયાત પર ટેરિફ 250 ટકા સુધી વધારી શકે છે, જે અત્યાર સુધીનો તેમના દ્વારા પ્રસ્તાવિત સૌથી મોટો ટેરિફ હોઈ શકે છે. તેઓ નાના ટેરિફથી શરૂઆત કરશે, પરંતુ 18 મહિનામાં ધીમે ધીમે તેને વધારવાની યોજના ધરાવે છે. પહેલા તે 150 ટકા હશે અને અંતે તેને 250 ટકા સુધી લઈ જવામાં આવશે.

રોષે ભરાયા છે ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો 25% ટેરિફ લાદ્યો છે, જેનાથી કુલ ટેરિફ 50% થઈ ગયો છે. એવું લાગે છે કે ટ્રમ્પની જીદ ભારત-અમેરિકા સંબંધોને બગાડશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો 25% ટેરિફ લાદ્યો છે. આ અગાઉ લાદવામાં આવેલા 26% ટેરિફથી અલગ હશે. આમ, ભારત પર હવે 51% ટેરિફ લાગશે. ટ્રમ્પે તે આદેશ પર પણ હસ્તાક્ષર કર્યા છે અને આ આદેશ 27 ઓગસ્ટથી અમલમાં આવશે. ટ્રમ્પ વહીવટીતંત્રનું કહેવું છે કે ભારતે અમેરિકાની ચેતવણીઓ છતાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું, જે આપણી ભાવનાઓ વિરુદ્ધ છે. સૌથી અગત્યનું, ટ્રમ્પે તેને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડી દીધું છે. તેમનું કહેવું છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે તે યુદ્ધ માટે રશિયાને નાણાં આપવા જેવું છે.
  • Follow us on: