ભારત અને રશિયાના વેપાર સંબંધ સામે અમેરિકાએ પોતાની નફરત દર્શાવી છે. અને રશિયા સાથે બદલો લેવા માટે તેણે ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યુ છે. તેલ ખરીદી મામલે ભારત રશિયા સાથે મજબૂત સંબંધ ધરાવે છે. તે અમેરિકાને ગમતુ નથી. અમેરિકા ઇચ્છે છે કે ભારત સૌથી વધુ વેપાર અમેરિકા સાથે જ કરે. રશિયા સાથે નહી. આ ટેરિફ વોરમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે.


કથની અને કરનીમાં ફેર

ભારતમાં ટેરિફ અંગે અમેરિકાની ધમકીઓ યથાવત છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ મામલે પોતાના મનનું ધાર્યુ કરતા રહે છે. ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે. હવે તેમણે નિવેદન આપ્યું હતું કે તેઓ આગામી 24 કલાકમાં ટેરિફમાં ધરખમ વધારો કરશે. ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે અને રશિયાના યુદ્ધ મશીનને પ્રોત્સાહન આપી રહ્યું છે. ટ્રમ્પે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદી અંગે ધમકી આપી હતી. જોકે, ભારતે ટ્રમ્પની ધમકીને અયોગ્ય ગણાવી હતી. ભારત કહે છે કે દેશોને તેમના વેપાર ભાગીદારો પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ. ટ્રમ્પ ભલે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા હોય પરંતુ વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ ડેટા પુષ્ટિ કરે છે કે અમેરિકા પોતે રશિયા પાસેથી કેટલું તેલ ખરીદે છે.

દેશની યાદી પર એક નજર

ડૉનાલ્ડ ટ્રમ્પનો દેશ અમેરિકા, જેણે રશિયા પાસેથી તેલ ખરીદવાના નામે ભારતને ધમકી આપી હતી. તે પોતે વિશ્વના 85 દેશો પાસેથી તેલ ખરીદે છે. રશિયા પણ આમાં સામેલ છે. અમેરિકા તેનું મોટાભાગનું તેલ કેનેડા પાસેથી ખરીદે છે. એટલે કે 1.6 અબજ બેરલ. મેક્સિકો બીજા સ્થાને છે. જ્યાંથી અમેરિકા 332 મિલિયન બેરલ તેલ ખરીદે છે. એટલું જ નહીં જે દેશોમાંથી અમેરિકા સૌથી વધુ તેલ ખરીદે છે તેમાં ત્રીજા સ્થાને સાઉદી અરેબિયા, ચોથા સ્થાને ઇરાક, પાંચમા સ્થાને બ્રાઝિલ, છઠ્ઠા સ્થાને કોલંબિયા, સાતમા સ્થાને નાઇજીરીયા, આઠમા સ્થાને ઇક્વાડોર, નવમા સ્થાને વેનેઝુએલા અને દસમા સ્થાને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે. પુતિનનું રશિયા પણ તે યાદીમાં સામેલ છે. જ્યાંથી અમેરિકા તેલ ખરીદે છે. 

  • Follow us on: