અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફના નામે આંતરરાષ્ટ્રીય બજારોમાં હલચલ પેદા કરી છે. હવે તેઓએ વિવઇધ દેશોની સાથે ભારત પર પણ 25 ટકા ટેરિફ લગાવ્યો છે. ટ્રમ્પે ટેરિફ મામલે અમેરિકાની જનતા માટે યોજના બહાર પાડી છે. જેમાં વિદેશી ટેરિફમાંથી થતી આવકને ડિવિડન્ડ તરીકે અમેરિકન જનતામાં વહેંચવાની યોજના પર વિચાર કરી રહ્યા છે.

ટેરિફ વોરથી બજારોમાં હલચલ

ભારત સહિત 69 દેશો પર ભારે આયાત કર લાદવામાં આવ્યો છે. આનાથી સરકારને મોટી આવક થઇ રહી છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક યોજના પર કામ કરી રહ્યા છે. તેઓ સામાન્ય અમેરિકન નાગરિકો માટે સારા સમાચાર છે. ટ્રમ્પ કહે છે કે તેઓ ટેરિફ દ્વારા અન્ય દેશોમાંથી એકત્રિત કરેલા નાણાંનો એક ભાગ તેમના દેશના લોકોમાં ડિવિડન્ડ તરીકે વહેંચવાનું વિચારી શકે છે. એટલે કે, ભારત સહિત ઘણા દેશોમાંથી આયાત પર લાદવામાં આવેલા ભારે કરમાંથી થતી આવકનો સીધો ફાયદો અમેરિકન નાગરિકોને થઈ શકે છે. ગયા અઠવાડિયે ટ્રમ્પે ભારતમાંથી આવતા સામાન પર 25% ટેરિફની જાહેરાત કરી હતી. આ કર 7 ઓગસ્ટથી લાગૂ કરવામાં આવશે. ટ્રમ્પે એવા પણ સંકેત આપ્યા હતા કે ટેરિફમાંથી કમાતા પૈસાનો એક ભાગ લોકોમાં વહેંચી શકાય છે.

અમેરિકાના લોકોને ફાયદો થશે ? 

ટ્રમ્પનું ચીન સાથે લાંબુ ટેરિફ યુદ્ધ પણ રહ્યુ છે. એક સમયે, ચીન પર આયાત કરનો દર 145% સુધી પહોંચ્યો હતો. પરંતુ બાદમાં બંને દેશો વચ્ચે વાતચીત શરૂ થઈ અને કરવેરામાં થોડી હદ સુધી છૂટછાટ આપવામાં આવી હતી. પરંતુ હજુ સુધી કોઈ કાયમી કરાર થયો નથી. ટ્રમ્પ વહીવટીતંત્ર કહે છે કે ચીન સાથે વેપાર સંતુલન બનાવવા માટે કઠિન નિર્ણયો લેવા જરૂરી છે. યુએસ નાણામંત્રી સ્કોટ બેસન્ટે તાજેતરમાં કહ્યું હતું કે બંને દેશો 'સંતુલિત વેપાર કરાર' તરફ આગળ વધી રહ્યા છે.