ટેરિફ વિવાદ મામેલ અમેરિકા અને ભારત આમને-સામને આવી ગયુ છે. એક તરફ અમેરિકા ઇચ્છે છે કે ભારત રશિયા સાથે વેપાર સંબંધ પર પૂર્ણ વિરાણ મુકે. અને અમેરિકા સાથે વેપાર મજબૂત કરે. રશિયા પર દબાણ કરવા માટે અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં હલચલ જોવા મળે છે.
બન્ને દેશ અંગે અટકળો તેજ
એક જર્મન મેગેઝિનમાં અહેવાલ પ્રસારિત કરાયો છે કે, અમેરિકા અને ભારત વચ્ચેના ટેરિફ વિવાદ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને ચાર વખત ફોન કર્યો હતો. પરંતુ મોદીએ તેમનો ફોન રીસીવ કર્યો ન હતો. આ ઘટનાથી બંને દેશો વચ્ચેના સંબંધો અંગે અટકળો શરૂ થઈ છે. ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ દરમિયાન, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડે ભારતના પીએમ મોદીને ચાર વખત ફોન કર્યો હતો, પરંતુ ભારતીય વડા પ્રધાને વાત કરી ન હતી. જર્મન અખબારે ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે બધુ બરાબર ન હોવાનો દાવો કર્યા પછી, ચર્ચાઓ વધુ તેજ બની છે. જોકે, અમેરિકા કે ભારત સરકારે આ મામલે સત્તાવાર કોઇ નિવેદન આપ્યુ નથી. આ પહેલી વાર નથી જ્યારે પીએમ મોદીએ કોઈ અમેરિકન નેતા સાથે વાત ન કરી હોય. પાકિસ્તાન સાથેના સંઘર્ષ દરમિયાન બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ લોકસભામાં જણાવ્યું હતું કે, યુદ્ધવિરામના એક દિવસ પહેલા 9 મેની રાત્રે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ મને 3-4 વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હું સશસ્ત્ર દળો સાથેની બેઠકોમાં વ્યસ્ત હતો.
https://twitter.com/thorstenbenner/status/1960066373612372099
ટેરિફ મામલે વાતચીત યથાવત્
પીએમ મોદીએ વધુમાં કહ્યું હતુ કે, જ્યારે મેં તેમને ફોન કર્યો ત્યારે યુએસ ઉપરાષ્ટ્રપતિએ મને પાકિસ્તાન તરફથી મોટા હુમલાની ચેતવણી આપી હતી. મેં તેમને કહ્યું કે જો પાકિસ્તાન ભારત પર હુમલો કરશે. તો અમારો હુમલો ઘણો મોટો હશે કારણ કે અમે ગોળીઓનો જવાબ તોપોથી આપીશું. ભારત અને અમેરિકાના ઘણા સમયથી સારા સંબંધો ધરાવે છે. પરંતુ ટ્રમ્પ ફરીથી વ્હાઇટ હાઉસ આવ્યા પછી, વિવાદ ઉભો થયો હતો. ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર 25 ટકા ટેરિફ અને રશિયા પાસેથી તેલ ખરીદવા પર 25 ટકા વધારાનો ટેરિફ લાદ્યો છે. જે પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં અંતરના સંકેતો દેખાયા છે. જોકે, ભારતનું કહેવું છે કે ભારતનું પ્રતિનિધિમંડળ હજુ પણ ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ટેરિફ પર વાટાઘાટો કરી રહ્યું છે.