યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદ્યો છે. તો સાથે જ રશિયા સાથેના વેપાર પર વધારાની દંડાત્મક કાર્યવાહીની પણ જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું હતું કે ભારત રશિયા સાથે શું કરે છે તેની મને પરવા નથી. તેઓ તેમના મૃત અર્થતંત્રને વધુ ખરાબ કરી શકે છે. તો હવે કેનેડિયન બિઝનેસ ટાયકૂન કિર્ક લુબિમોવે ટ્રમ્પના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. ટેસ્ટબેડ કંપનીના ચેરમેન કિર્ક લુબિમોવે ટ્વિટર પર ટ્રમ્પની વ્યૂહરચનાની આકરી ટીકા કરી હતી.
ટેરિફ નીતિઓની તીવ્ર ટીકા













