અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ટેરિફ યૂએસને ફરીથી મહાન અને શ્રીમંત બનાવી રહ્યુ છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરી હતી અને દાવો કર્યો હતો કે દાયકાઓથી અમેરિકા સામે ટેરિફનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું હતું કે મૂર્ખ નેતાઓને કારણે, ટેરિફ આપણા દેશના ભવિષ્ય અને તેના અસ્તિત્વ પર પણ વિનાશક અસર કરી રહ્યુ છે.


ભારત પર ટ્રમ્પના કટાક્ષ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે અને અમેરિકાએ તેની સામે ટેરિફના ઉપયોગનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. તેઓએ કહ્યુ હતુ કે, એક વર્ષ પહેલા અમેરિકા એક મૃત દેશ હતો અને હવે તે વિશ્વનો શ્રેષ્ઠ દેશ છે. આ માટે દેશવાસીઓને અભિનંદન. યુએસ પ્રમુખ ટ્રમ્પે ભારત સામે 25 ટકા ટેરિફ અને રશિયા સાથેના વેપાર માટે દંડની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ભારત રશિયા સાથે શું કરે છે તેની મને પરવા નથી. તેઓ એકસાથે તેમની મૃત અર્થવ્યવસ્થાની સીમા પર છે. મને તેની પરવા નથી. અમે ભારત સાથે ખૂબ જ ઓછો વેપાર કર્યો છે.

ભારત પાસે સૌથી કડક વેપાર નીતિ

ટ્રમ્પે કહ્યું કે કોઈપણ દેશની તુલનામાં ભારત પાસે સૌથી કડક વેપાર નીતિ છે. તેમણે કહ્યું કે, બધું બરાબર નથી, તેથી ભારતે 1 ઓગસ્ટથી રશિયા પાસેથી ખરીદી કરવા બદલ 25 ટકા ડ્યુટી અને દંડ પણ ચૂકવવો પડશે. આ દંડ એટલા માટે લાદવામાં આવ્યો હતો કારણ કે, ભારતે રશિયા પાસેથી તેલ અને લશ્કરી સાધનોની વધુ ખરીદી કરી છે. ભારત રશિયન આયાત માટે દંડનો સામનો કરનારો પહેલો દેશ છે.

  • Follow us on: