એલોન મસ્કના રાજકારણમાં પ્રવેશ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથેના સીધા સંઘર્ષથી હવે તેમની સંપત્તિ પર મોટી અસર જોવા મળી રહી છે. રોકાણકારોની ચિંતા અને ટેસ્લાના શેરમાં ઘટાડાએ મસ્કની સંપત્તિને હચમચાવી નાખી છે. તેમને દરરોજ મોટું નુકસાન થઈ રહ્યું છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની સંપત્તિમાં મોટો ઘટાડો નોંધાયો છે. માત્ર 24 કલાકમાં, તેમની નેટવર્થમાં 1.41 અબજ ડોલર એટલે કે 1.2 લાખ કરોડનો મોટો ઘટાડો નોંધાયો છે.
ટ્રમ્પની નવી વ્યૂહરચના અને મસ્ક સાથે સંઘર્ષ
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 249માં સ્વતંત્રતા દિવસ પર "બિગ બ્યુટીફુલ બિલ" લાગુ કર્યું છે. જેમાં જાપાન, દક્ષિણ કોરિયા જેવા ઘણા દેશો પર નવા ટેરિફ લાદવામાં આવ્યા છે. ઉપરાંત, ઇલેક્ટ્રિક વાહનો પરના કર લાભો નાબૂદ કરવામાં આવ્યા છે. ટેસ્લા જેવી ઇવી કંપનીના માલિક એલોન મસ્કે આ પગલાની આકરી ટીકા કરી છે. તેના જવાબમાં, એલોન મસ્કે 'અમેરિકા પાર્ટી' નામની એક નવી રાજકીય પાર્ટી શરૂ કરવાની જાહેરાત કરી છે. આનાથી તેમના રોકાણકારોમાં ચિંતા ફેલાઈ ગઈ કે શું મસ્ક હવે વ્યવસાય પર પોતાનું સંપૂર્ણ ધ્યાન આપી શકશે કે નહીં.
ટેસ્લાના શેરમાં ઘટાડો
મસ્કના રાજકીય પગલાની સીધી અસર તેમની કંપની ટેસ્લા પર પડી. રોકાણકારોના મનમાં મૂંઝવણ હતી. જેના કારણે ટેસ્લાના શેર ઘટવા લાગ્યા. છેલ્લા ટ્રેડિંગ દિવસે, ટેસ્લાનો શેર 7% ઘટીને $288.77 પર બંધ થયો, જે $291.37 થી ઘટીને $288.77 પર બંધ થયો. છેલ્લા છ મહિનામાં ટેસ્લાના શેર લગભગ 26% ઘટ્યા છે.
મસ્કની કુલ સંપત્તિ કેટલો ઘટાડો ?
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, મસ્કની નેટવર્થ હવે ઘટીને $346 બિલિયન થઈ ગઈ છે. ફક્ત વર્ષ 2025ની વાત કરીએ તો, તેમને અત્યાર સુધીમાં $86.7 બિલિયનનું નુકસાન થયું છે. ટ્રમ્પની ટેરિફ જાહેરાત પછી ફક્ત ટેસ્લા જ નહીં, યુએસ શેરબજારોમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. રાજકારણમાં એલોન મસ્કના પ્રવેશ અને ટ્રમ્પ સાથે સીધા સંઘર્ષની અસર હવે તેમની સંપત્તિ પર પડી રહી છે. રોકાણકારોની ચિંતાઓ અને ટેસ્લાના શેરમાં ઘટાડાએ મસ્કની સંપત્તિને હચમચાવી દીધી છે. આવનારા સમયમાં તેમના નવા રાજકીય પક્ષ પર શું અસર પડશે અને રોકાણકારો તેમને કેટલું સમર્થન આપશે તે જોવું રસપ્રદ રહેશે.