40 દિવસના ગતિરોધ બાદ 8 ડેમોક્રેટ સાંસદોએ રિપબ્લિકનનો સાથ આપીને ખર્ચા બિલને સેનેટમાં આગળ વધાર્યો છે.
અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું શટડાઉન
અમેરિકામાં છેલ્લા 40 દિવસથી સરકારી કામકાજ પર તાળાં લાગ્યા છે. આ તાળાંઓ ખોલવા માટે એક આશાનું કિરણ જોવા મળ્યુ છે. અમેરિકાની સેનેટમાં એક મહત્ત્વની વોટિંગ હાથ ધરાઇ હતી. જેમાં ખર્ચ સાથે જોડાયેલા એક બિલની આગળ મોકલવામાં આવ્યુ છે. આ શટડાઉન અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું શટડાઉન છે. જેના કારણે નૈકરિયાત વર્ગ અને સામાન્ય જનતાનું જીવન પ્રભાવિત થયુ છે.
'એપ્રોપ્રિએશન બિલ'ની ચર્ચા
આ મુખ્ય તબક્કાનું કારણ ડેમોક્રેટિક પાર્ટીના 8 સાંસદોનું પોતાની પાર્ટી લાઇનથી અલગ થઇને રિપબ્લિકન પાર્ટી સાથે મતદાન કરવાનું માનવામાં આવી રહ્યુ છે. આ બીલને આગળ વધવા માટે 60 વોટની જરુરત હતી. અને તેને 60 વોટ જ મળ્યા હતા. આ એક માત્ર શરુઆતી પગલા છે. સરકારી કામકાજને પાટા લાવવા માટે હજુ થોડી કમર કસવાની બાકી છે. કોઇપણ દેશની સરકારને ચલાવવા માટે સંસદથી બજેટ પાસ કરવું જરુરી છે. અમેરિકામાં તેને 'એપ્રોપ્રિએશન બિલ' એટલે વિનિયોગ વિધેયક કહેવામાં આવે છે.
મુદ્દાઓનું સમાધાન કરવા પ્રયાસ
રિપબ્લિકન અને ડેમોક્રેટ્સની વચ્ચે સહમતિ નહી બની શકી. રિપબ્લિકન પાર્ટીએ સરકારને 21 નવેમ્બર સુધી ચલાવવા માટે અલ્પકાલિક ખર્ચાનું બિલ રજૂ કરવામાં આવ્યુ હતુ. પરંતુ ડેમોક્રેટિક પાર્ટીએ તેને રોક્યુ હતુ. ડેમોક્રેટ્સની માગ છે કે, આ બિલમાં સ્વાસ્થ્ય સેવા જોડાયેલા મુદ્દાઓનું સમાધાન કરવામાં આવશે. તેમની બે માગ હતી. પહેલી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મેડિકેટમાં કરાયેલી કપાત પરત લેવામાં આવે. અને બીજી અફોર્ડેબલ કેયર એક્ટ હેઠળ મળતા ટેક્સ ક્રેડિટને વધારવામાં આવે.













