ઈરાન કહે છે કે તે અમેરિકાની શરતો પર સમાધાન કરશે નહીં. ઈરાને તેની યુરેનિયમ સંવર્ધન સુવિધાઓને તોડી પાડવાનો ઇનકાર કર્યો છે.
ઈરાનના પ્રતિ-પ્રસ્તાવ અસ્વીકાર્ય જાહેર
ઈરાને અમેરિકાના એક પાનાના કરાર પ્રસ્તાવનો જવાબ આપ્યો છે, જેને અમેરિકાએ અસ્વીકાર્ય જાહેર કર્યો છે. મતલબ કે, બંને પક્ષો કોઈ કરાર પર પહોંચવામાં નિષ્ફળ ગયા છે. અમેરિકાએ હવે સોદા માટે વાટાઘાટો માટે કતારના અલ થાનીનો સંપર્ક કર્યો છે. જેડી વાન્સ અને સ્ટીવ વિટકોફ સાથે મુલાકાત બાદ અલ થાની ઈરાની નેતાઓ સાથે મુલાકાત કરશે. મુનીર શાંતિ કરાર સુરક્ષિત કરવામાં નિષ્ફળ ગયા બાદ કતારના વડા પ્રધાન અલ થાની સક્રિય થયા છે.
કરાર પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ
સોદા માટે માર્ગ મોકળો કરવા માટે, થાનીએ અમેરિકાના મિયામીમાં યુએસના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, વાટાઘાટકારી રાજદૂત સ્ટીવ વિટકોફ અને ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ થાની ઈરાની નેતાઓ સાથે વાત કરશે. ટ્રમ્પની ચીન મુલાકાત પહેલાં કતાર એક પાનાના કરાર પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. અનેક પ્રયાસો છતાં, પાકિસ્તાનના આર્મી ચીફ મુનીર આ હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યા છે.
જેડી વાન્સ કરશે વાતચીતનું નેતૃત્ત્વ
કતારના વડા પ્રધાન અલ થાની ગયા અઠવાડિયે કોઈ કામ માટે વોશિંગ્ટનમાં હતા. તે દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે તેમનો સંપર્ક કર્યો. ત્યારબાદ, થાની તેમની સાથે મળવા માટે મિયામી ગયા. ત્યાં, તેમણે સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સાથે પણ વાત કરી. ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ વાટાઘાટકારી ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. જેમાં વિટકોફ અને કુશનર સભ્યો છે. અમેરિકા ઇચ્છે છે કે ટ્રમ્પની ચીન મુલાકાત પહેલાં એક પાનાના કરાર પ્રસ્તાવ પર સંમતિ સાધવામાં આવે.
આ પણ વાંચોઃ ઉનાળામાં મહેનત કર્યા વિના પણ તમને કેમ લાગે છે થાક?, જાણો કારણ
