અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે જ્યારથી બીજીવાર સત્તાનું સુકાન સંભાળ્યુ છે. ત્યારથી તેઓ સતત ચર્ચામાં રહ્યા છે. રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે, તેઓ 'પીસ પ્રેસિડેન્ટ' છે. અને આ મામલે તેઓએ દરેક સ્થળે પ્રચાર-પ્રસાર પણ કર્યો હતો. શાંતિ સ્થાપવાના એજંડાની પાછળ ટ્રમ્પનો મુખ્ય હેતુ શુ છે તે હવે લોકો સામે આવી રહ્યુ છે. ઇરાન-ઇઝરાયલ, ભારત-પાકિસ્તાન, થાઇલેન્ડ-કંબોડિયા વચ્ચેની અથડામણમાં તેઓએ શાંતિદૂત તરીકે કામ કર્યુ હોવાનું જણાવ્યુ હતુ.
સુરક્ષા ક્ષેત્રે અમેરિકા અગ્રેસર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે હથિયાર વિક્રેતા મુદ્દે પણ યુએસને જગ વિખ્યાત બનાવ્યુ છે. અને તેના પર રણનીતિ પણ ઘડી હતી. ટ્રમ્પની નીતિઓના કારણે યૂરોપના દેશે પોતાના સંરક્ષણ બજેટમાં ધરખમ વધારો કર્યો છે. અને સાથે જ અમેરિકી કંપનીઓ સાથે અરબોની ડીલ પણ કરી છે. જર્મની, ફ્રાંસ, પોલેન્ડ અને યૂકેએ નાટો હેઠળ દબાણમાં આવીને 200 અરબ ડૉલર કરતા વધુની હથિયારની ખરીદી કરી છે. F-35 ફાયટર જેટ, પૈટ્રિયટ મિસાઇલ સિસ્ટમ અને HIMARS જેવા હથિયાર અમેરિકી કંપનીઓને વેંચ્યા છે.
ઇરાન-ઇઝરાયલના વણસેલા સંબંધો
અમેરિકા અને ઇઝરાયલની રણનીતિ હેઠળ ટ્રમ્પે ઇરાન પર સતત દબાણ વધાર્યુ છે. પહેલા 60 દિવસનું અલ્ટીમેટમ આપ્યુ હતુ. જેમાં ઇરાનને ન્યૂક્લિયર ડીલ પર સહમતિ બનાવવા માટે જણાવ્યુ હતુ. પરંતુ ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો હતો. બન્ને દેશમાં 12 દિવસની જંગ જોવા મળી હતી. ઇઝરાયલને સુરક્ષા આપવા માટે અમેરિકાએ પ્રવેશ કર્યો અને અમેરિકાની રક્ષા કંપનીઓને અરબોના ડોલર મળ્યા હતા.
ભારત-પાકિસ્તાન બોર્ડર યુદ્ધ
કાશ્મીર અને આતંકવાદ જેવા મુદ્દાઓની સાથે બન્ને દેશ વચ્ચે તણાવ વધ્યો હતો. અમેરિકાએ પહેલા એફ-16ની અપગ્રેડિંગ પાકિસ્તાનને આપી હતી. પાકિસ્તાનના વખાણ કર્યા હતા. અમેરિકાએ પાકિસ્તાન સાથે મિત્રતા વધારી અને ભારતને એફ-35, સશસ્ત્ર ડ્રોન અને મિસાઇલ રક્ષા સિસ્ટમની ઓફર આપી હતી.
થાઇલેન્ડ-કંબોડિયા વિવાદ
દક્ષિણ-પૂર્વ એશિયામાં સતત દબાણ જાળવી રાખવા માટે ટ્ર્મ્પની રણનીતિ હવે અથડામણનું સ્વરૂપ લઇ રહી છે. ચીનને ઘેરવાના નામ પર ASEAN દેશોને હથિયાર ખરીદવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. ટ્રમ્પ 'પીસ પ્રેસિડેન્ટ'ની આડમાં હથિયારના સેલ્સમેનની ભૂમિકા ભજવી રહ્યા હોવાનું સામે આવે રહ્યુ છે. જે દેશોમાં યુદ્ધની સ્થિતિ બની રહી છે. ત્યાં ટ્રમ્પ પોતાનું સ્થાન બનાવે છે. અને સુરક્ષા માટે હથિયારો અંગે જણાવે છે. જેના કારણે અમેરિકાની સુરક્ષા કંપનીઓને મોટા ઓર્ડર મળે છે.