અમેરિકાએ ટેરિફ વોરને કારણે દુનિયાભરના બજારોમાં પોતાનું વર્ચસ્વ દર્શાવી રહ્યુ છે. રશિયાને પાઠ ભણાવવા માટે અમેરિકા ભારત, ચીન અને બ્રાઝીલને ખુલ્લી ધમકી આપી રહ્યુ છે. અને તેલ ખરીદવા પર પ્રતિબંધ લગાવવા માટે જણાવી રહ્યુ છે. અમેરિકાએ જણાવ્યુ છે કે, જો કોઇ દેશ રશિયા પાસેથી તેલની ખરીદી કરશે તો તેના પર 500% સુધીનું ટેરિફ લગાવવામાં આવશે. અગાઉ 100% ટેરિફ લાદવામાં આવ્યુ હતુ.

અર્થવ્યવસ્થાને મોટો ફટકો

અમેરિકન સેનેટર લિન્ડસે ગ્રેહામે જણાવ્યુ હતુ કે, ભારત, ચીન અને બ્રાઝીલ રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને યુક્રેન યુદ્ધને વેગ આપતા રહેશો. તો અમે તમારી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડીશું ગ્રેહામ વધુમાં કહ્યુ હતુ કે, આ ત્રણેય દેશો રશિયામાંથી 80% તેલની ખરીદી કરે છે. જે રશિયન રાષ્ટ્રપતિ પુતિનના યુદ્ધ મશીનને ભંડોળ પૂરું પાડે છે. સેનેટર લિન્ડસે ગ્રેહામ અને રિચાર્ડ બ્લુમેન્થલે સાથે મળીને યુએસ સંસદમાં બિલ રજૂ કર્યું હતુ. જેમાં રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે. આ બિલમાં 500% સુધી ટેરિફ લાદવાની વાત કરવામાં આવી છે. જો ભારત, ચીન કે બ્રાઝિલ રશિયા પાસેથી તેલ ખરીદતા રહે છે. તો તેમના સામાન પર ભારે ટેક્સ લાદી શકાય છે કે, તેમની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડી શકે છે.

ટ્રમ્પને છેતરવું મુશ્કેલ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ બાબતમાં પાછળ નથી. નાટો સેક્રેટરી જનરલ માર્ક રટ સાથેની મુલાકાતમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જો પુતિન આગામી 50 દિવસમાં યુક્રેન સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર નહીં કરે, તો રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર 100% ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે, પુતિને ક્લિન્ટન, બુશ, ઓબામા અને બિડેન જેવા નેતાઓને છેતર્યા છે. પરંતુ તે ટ્રમ્પને મૂર્ખ બનાવી શકતા નથી. તેમનો હેતુ રશિયાને આર્થિક રીતે નબળું પાડવાનો અને તેને શાંતિ વાટાઘાટો માટે બેઠક યોજવાનો છે.

ભારતની સ્પષ્ટતા

ભારતે આ મામલે સ્પષ્ટતા કરી છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે ભારત તેની ઉર્જા જરૂરિયાતો અને આર્થિક સ્થિરતાને ધ્યાનમાં રાખીને રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતીય દૂતાવાસ અને રાજદૂતે સેનેટર ગ્રેહામ સાથે આ મુદ્દા પર ચર્ચા કરી છે. એસ.જયશંકરે વધુમાં કહ્યુ હતુ કે, અમે અમારી ચિંતાઓ અને હિતોને તેમની સામે મૂક્યા છે. જો જરૂર પડશે, તો અમે આ મુદ્દા પર વધુ વિચાર કરીશું.