નવી ડીલમાં અમેરિકા પાસેથી નિકાસ કરવામાં આવેલા ઉત્પાદનોને વિયેતનામમાં કરથી મુક્ત રાખવામાં આવ્યા છે. જ્યારે અમેરિકાએ વિયેતનામથી આવનારા સામાન પર ટેરિફના દર ઘણા ઉંચા રાખ્યા છે. અમેરિકા અને વિયતેનામ વચ્ચે નવી ટ્રેડ ડીલથી ભારતની ચિંતામાં વધારો થયો છે. તો બીજી બાજુ તેને એક બોધપાઠ તરીકે પણ લઇ શકાય છે. ખાસ કરીને એ નિકાસકારો માટે જે વિયેતનામને મહત્ત્વપૂર્ણ પ્રતિસ્પર્ધી માને છે.

અમેરિકા અને વિયેતનામ વચ્ચે ટ્રેડ ડીલ

એક રિપોર્ટ મુજબ વર્ષ 2000માં યૂએસ અને વિયેતનામ વચ્ચે એક ઐતિહાસિક વેપારી કરાર કરવામાં આવ્યા હતા. જેમાં અમેરિકામાં વિયેતનામના સામાનોના પ્રવેશ પર 2થી 10 ટકા ટેરિફ લગાવવાની વાત પર સહમતિ સધાઇ હતી. તેમ છતાં હવે અમેરિકાએ વિયેતનામના સામાનોના પ્રવેશ પર 20 ટકા ટેરિફ લાદયો છે. આની સીધી અસર વિયેતનામથી થનાર 135 બિલિયન ડૉલરના એક્સપોર્ટ પર પડશે. જેણે બે દશકની ટ્રેડ નીતિને બદલી નાંખી છે. જીટીઆરઆઇએ જણાવ્યુ છે કે, ભારત વિયેતનામને એક્સપોર્ટમાં પોતાનું પ્રતિસ્પર્ધી ગણે છે. તેવામાં આ ડીલ બાદ ભારતે પોતાની રણનીતિ મામલે સુધારણા કરવાની જરુર છે.

ભારતને મળ્યો બોધપાઠ

આ નવી ડીલના કારણે ટેરિફ આસમાને પહોંચ્યો છે. અગાઉ ટેરિફ 46 ટકા રાખવામાં આવ્યુ હતુ. પરંતુ વર્ષ 2000ની અમેરિકા અને વિયેતનામ વચ્ચે થયેલી સમજૂતી બાદ આ ટેરિફ બે અથવા ત્રણ ગણુ કરવામાં આવ્યુ છે. વર્ષ 2001થી વિયેતનામના સામાન જેવા કે શુઝ, કપડા, માછલી વગેરે અમેરિકામાં વેચવામાં આવવાથી તેને ફાયદો મળતો હતો. પરંતુ હવે ટેરિફ વધારવા કારણે આ ફાયદો મળવો મુશ્કેલ થઇ શકે છે.