ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ કટોકટી વચ્ચે સાથી દેશોને અમેરિકા પર આધાર ન રાખવા વિનંતી કરી છે.

અમેરિકાની અન્ય દેશોને સલાહ

યુદ્ધમાં ઈરાનના પીછેહઠથી ગુસ્સે થઈને, ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશોને કડક સંદેશ આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમણે પોતાની સુરક્ષા અને જરૂરિયાતોની જવાબદારી લેવી જોઈએ. તેમણે સાથી દેશોને બે સલાહ આપી છે. પહેલી એ હતી કે, હોર્મુઝ સ્ટ્રેટને કારણે જેટ ઇંધણની અછતનો સામનો કરી રહેલા દેશો અમેરિકા પાસેથી તેલ ખરીદી શકે છે. કારણ કે અમેરિકા પાસે પૂરતું તેલ છે.

ટ્રમ્પના નિવેદનનો અર્થ શું ?

ટ્રમ્પના નિવેદનનો અર્થ એ છે કે સુરક્ષાનો મુદ્દો હોય કે તેલ પુરવઠો, હવે સાથી દેશોએ આગળ આવવું પડશે. ટ્રમ્પનો સંકેત સ્પષ્ટ હતો કે અમેરિકા એવા દેશોથી દૂર રહી શકે છે જે અગાઉ અમેરિકા સાથે ઉભા નહોતા. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ઈરાન નોંધપાત્ર રીતે નબળું પડી ગયું છે અને યુદ્ધનો સૌથી મુશ્કેલ ભાગ પૂર્ણ થઈ ગયો છે. હવે અન્ય દેશોએ જવાબદારી ઉઠાવવી જોઈએ અને પોતાની તેલની જરૂરિયાતો પૂરી કરવી જોઈએ.

ફ્રાન્સ પર ટ્રમ્પનુ નિશાન

ટ્રમ્પે ફ્રાન્સ પ્રત્યે પણ નારાજગી વ્યક્ત કરી. તેમણે ફ્રાન્સ પર આરોપ લગાવ્યો કે તે ઇઝરાયલ જતા યુએસ લશ્કરી વિમાનોને તેના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવા દેતો નથી. ટ્રમ્પે આને ખરાબ વર્તન ગણાવ્યું અને કહ્યું કે અમેરિકા તેને યાદ રાખશે. ઈરાન યુદ્ધે મધ્ય પૂર્વમાં 3,000 થી વધુ લોકોનો ભોગ લીધો છે. ઈરાનના નાયબ આરોગ્ય પ્રધાનના જણાવ્યા અનુસાર, ઇઝરાયલ અને યુએસ હુમલામાં 1,900 થી વધુ લોકો માર્યા ગયા છે. લેબનોનમાં ઓછામાં ઓછા 1,200 લોકો માર્યા ગયા છે. ઇઝરાયલમાં 19 લોકો માર્યા ગયા છે. અત્યાર સુધીમાં 13 અમેરિકન સૈનિકો પણ માર્યા ગયા છે.

આ પણ વાંચોઃ Iran America Conflict: ઇટલીથી તુર્કીએ સુધી કયા-કયા દેશોએ ઇરાન સાથેના યુદ્ધમાં અમેરિકા સાથે કરી દગાબાજી?, જાણો