22 વર્ષના 3 યુવાઓની કંપનીએ આ કાર્ય કરી બતાવ્યુ છે. સૌથી યુવા સેલ્ફ મેડ અરબપતિની દોડમાં સૌથી આગળ
દુનિયાના સૌથી યુવા સેલ્ફ
ભારતીય અને અમેરિકન મૂળના 22 વર્ષીય યુવાઓએ ચોંકાવનારુ કાર્ય કર્યુ છે. મર્કોરના 22 વર્ષીય સંસ્થાપક દુનિયાના સૌથી યુવા સેલ્ફ મેડ અરબપતિ બન્યા છે. તેઓએ માર્ક ઝકરબર્ગનું સ્થાન પોતાના નામે કર્યુ છે. 2008માં 23 વર્ષની ઉંમરમાં દુનિયાના સૌથી યુવા સેલ્ફ મેડ અરબપતિની યાદીમાં પોતાનું નામ સ્થાપિત કર્યુ છે. મર્કોર એક એઆઇ ભરતી સ્ટાર્ટઅપની સ્થાપના ત્રણ હાઇસ્કૂલના મિત્રો બ્રેંડન ફૂડી, આદર્શ હિરેમથ અને સૂર્યા મિધાએ કરી છે. આ મિત્રોમાંથી આદર્શ અને સૂર્યા ભારત સાથે સંબંધ ધરાવે છે.
સ્ટાર્ટઅપે 35 કરોડ ડોલરની ફંડીંગ એકત્ર કરી
સૈન ફ્રાંસિસ્કો સ્થિત આ સ્ટાર્ટઅપે 35 કરોડ ડોલરની ફંડીંગ એકત્ર કરી છે. જેના કારણે કંપનીની કિંમત 10 અરબ ડોલર થઇ ગઇ છે. આ ફંડીંગની સાથે એઆઇ કંપનીના સીઇઓ બ્રેંડન ફૂડી, સીટીઓ આદર્શ હિરેમઠ અને બોર્ડ ચેરમેન સૂર્યા મિઘા દુનિયાના સૌથી યુવા સેલ્ફ મેડ અરબપતિઓ બન્યા છે. મર્કોરના સંસ્થાપક દુનિયાના સૌથી યુવા સેલ્ફ મેડ અરબપતિની શ્રેણીમાં આવ્યા છે.
અન્ય યુવાઓએ પણ મેળવ્યુ છે સ્થાન
પોલીમાર્કેટના સીઇઓ 27 વર્ષીય શાઇન કોપલાન પછી બીજા નંબરના સ્થાને છે. જે ન્યૂયોર્ક સ્ટોક એક્ચચેન્જની મૂળ કંપની ઇંટરકોન્ટિનેન્ટલ એક્સચેંજથી 2 અરબ ડૉલરના રોકાણ બાદ માત્ર 20 દિન પહેલા અરબપતિ બન્યા હતા. તેમના અગાઉ સ્કેલ એઆઇની 28 વર્ષીય અલેક્ઝેન્ડર વાંગે લગભગ 18 મહિના સુધી તેણે આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. તેમની સહ-સંસ્થાપક લૂસી ગુઓ 30 વર્ષની ઉંમરમાં દુનિયાની સૌથી ઓછી ઉંમર ધરાવતી સ્વ-નિર્મિત મહિલા અરબપતિ બની ગયા હતા. તેઓએ ટેલર સ્વફિટને પાછળ મુક્યા છે.
