તો આ તરફ, ઉદ્યોગપતિ એલોન મસ્ક ટેસ્લા સહિત 7 કંપનીઓના કૉ-ફાઉન્ડર છે. અને અમીરોની યાદીમાં ટોપનું સ્થાન મળ્યુ છે.
કોની પાસે કેટલી સંપત્તિ ?
પ્રથમ વાત કરીએ એલોન મસ્કની. ફોર્બ્સની રિપોર્ટ મુજબ એલોન મસ્કની નેટવર્ક લગભગ 500 બિલિયયન ડૉલર એટલે કે, 45 લાખ કરોડ રૂપિયાની છે. એલોન મસ્ક ટેસ્લા સહિત 7 કંપનીઓના કૉ-ફાઉન્ડર છે. ટેસ્લા સિવાય મસ્ક રોકેટ બનાવનાર કંપની સ્પેસ એક્સના પણ માલિક છે. તો મસ્ક આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ કંપની XAIના ફાઉન્ડર છે. નેટવર્કના આધારે મસ્ક દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ગણવામાં આવે છે.
Also Read
Putin India Visit:રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની બે દિવસની ભારતની મુલાકાત અંગેનું સંપૂર્ણ સમયપત્રક જાણો
Putin India Visit: પુતિનની મહિલા બ્રિગેડમાં શક્તિશાળી રશિયન મહિલાઓ, જાણો કેવી રીતે સંભાળે છે વૈશ્વિક રાજદ્વારી?
Putin India Visit: અમેરિકા અને યુરોપ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતથી ચિંતિત, જાણો શું છે કારણ?
રહસ્મયી સંપત્તિના માલિક છે પુતિન
ધ વીકની રિપોર્ટ અનુસાર રશિયાના રાષ્ટ્રપતિની વાર્ષિક કમાણી માત્ર 1,40,000 ડૉલર એટલે કે, 1.26 કરોડ રૂપિયા છે. તેમની સંપત્તિના નામે માત્ર 800 વર્ગ ફુટ નાનું એપાર્ટમેન્ટ, એક ટ્રેલર અને ત્રણ કારનો ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ રિપોર્ટની બીજી બાજુ ચોંકાવનારી છે. નાણાંકિય દુનિયાના દિગ્ગજ અને રશિયામાં સૌથી મોટા રોકાણકાર રહેલા બિલ બ્રાઉડરે દાવો કર્યો છે કે, પુતિનની સાચી નેટવર્ક 200 અરબ ડૉલર એટલે કે, 18 હજાર અરબ રૂપિયા છે. બ્રાઉડરના જણાવ્યા પ્રમાણે પુતિનની આ અખૂટ સંપત્તિ ત્યારે બનવાની શરુ થઇ જ્યારે 2003માં રશિયાના અરબપતિ મિખાઇલ ખોડોરકોવ્સ્કીને જેલમાં ધકેલવામાં આવ્યા હતા.
7 હજાર કારના માલિક
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની સંપત્તિ મામલે રાજનીતિના સમીક્ષક બોરિસ નેમ્ત્સોવે દાવો કર્યો છે કે, પુતિન પાસે 7 હજાર કાર, 43 પ્લેન અને 15 હેલિકોપ્ટર છે. જેમાં વૈભવી પ્રાઇવેટ જેટ પણ સામેલ છે. કહેવામાં આવે છે કે, પુતિનના પ્રાઇવેટ જેટમાં સોનાનું ટોયલેટ છે. જેની કિંમત 50 લાખ રૂપિયા છે. પુતિન પાસે મોંઘી ઘડિયાળનો પણ ખજાનો છે. તેમના વોચ કલેક્શનની કિંમત 5 કરોડને આસપાસ છે. પુતિન પાસે એક સુપરયોટ છે. જેની કિંમત 7 અરબ રૂપિયા છે. પરંતુ જે સંપત્તિની સૌથી વધુ ચર્ચા કરાય છે તે છે પુતિનનું ગુપ્તચર મહલ જે કાળા સાગરના કિનારે સ્થિત છે. અને તેની કિંમત 100 અરબ રૂપિયા આંકવામાં આવે છે.










