ચીનમાં આયોજિત SCO સમિટમાં પીએમ મોદી, પુતિન અને શી જિનપિંગ એકસાથે જોવા મળ્યા હતા. ટ્રમ્પે રશિયાને યુક્રેન યુદ્ધ બંધ કરવા ચેતવણી પણ આપી હતી. જેમાં ટ્રમ્પનું અપમાન કરવામાં આવી રહ્યું છે. અને ધમકીઓ અવગણવામાં આવી હતી.
ટ્રમ્પની ધમકીઓ અવગણવામાં આવી
રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિઓ સાથે મુલાકાત કર્યા પછી, ટ્રમ્પે કહ્યું કે તેઓ બે અઠવાડિયા રાહ જોશે અને યુક્રેનમાં શાંતિ તરફ કોઈ પ્રગતિ થાય છે કે નહીં. તે અંગે સમીક્ષા કરશે. આ પહેલી વાર નથી જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિએ મોસ્કો માટે સમયમર્યાદા નક્કી કરી હોય. જોકે, તેમણે હજુ સુધી રશિયા પર પ્રતિબંધો લાદ્યા નથી. ટ્રમ્પ દરેકને તેમની સામે નમવા માંગે છે. આ માટે તેઓ ધમકીઓ, ટેરિફ અને લશ્કરી શક્તિનો ઉપયોગ કરવા માટે ઉત્સુક છે. પરંતુ ભારત અને રશિયા અમેરિકા સામે નમ્યા નથી અને ટ્રમ્પની દરેક ધમકીને અવગણી છે.
રશિયા-યૂક્રેન યુદ્ધનો મામલો
ડૉનાલ્ડ ટ્રમ્પે 21 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે, યુક્રેનમાં શાંતિ રહેશે કે નહીં તે બે અઠવાડિયામાં આપણે જાણીશું. તે પછી આપણે કદાચ અલગ રસ્તો અપનાવવો પડશે. તેમણે આનો અર્થ શું થશે તે અંગે વિગતવાર માહિતી આપી ન હતી. રશિયા-યૂક્રેન એકબીજા પર હુમલો કરવાનું ચાલુ રાખે છે અને ટ્રમ્પ બે અઠવાડિયા વીતી ગયા પછી પણ રશિયા સામે કોઈ કાર્યવાહી કરી શક્યા નથી.
રશિયાનું આક્રમક વલણ
રશિયાએ રાતોરાત યુક્રેન પર 500થી વધુ ડ્રોન અને બે ડઝન મિસાઇલો છોડ્યા. બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ અને યુરોપિયન નેતાઓ યુક્રેનિયન સુરક્ષાને મજબૂત બનાવવા અને અત્યાર સુધીના અસફળ યુએસ નેતૃત્વ હેઠળના શાંતિ પ્રયાસોને વેગ આપવા માટે વાટાઘાટો ચાલુ રાખી રહ્યા છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે, રશિયાના હુમલાનું મુખ્ય લક્ષ્ય નાગરિક માળખાગત સુવિધાઓ હતી. ખાસ કરીને ઉર્જા સુવિધાઓ. તેમણે કહ્યું કે રશિયા શિયાળા પહેલા ઉર્જા સુવિધાઓને નિશાન બનાવીને તેના પાડોશીને હેરાન કરવા માટે આક્રમક નીતિ અપનાવી રહ્યું છે.
