અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના વેપારી સલાહકાર પીટર નાવારો ભારત અને પીએમ મોદી પર અચુકપણે ટિપ્પણી કરે છે. જેના કારણે તેઓ સતત ચર્ચામાં રહે છે. આ ટિપ્પણી બાદ ભારતમાં પીટર નવારો માટે સોશિયલ મીડિયા પર યુઝર્સે ફટકાર વરસાવી છે.

પીટર નાવારો પર પ્રહાર

ભારતીય યુઝર્સને નાવારોની પોસ્ટ પર સૌથી વધુ વાંધો છે જેમાં તેમણે પીએમ મોદીનો એક ફોટો વાપર્યો છે. જેમાં તેઓ ભગવા કપડાં પહેરીને ધ્યાન કરવામાં મગ્ન છે. જોકે આ થ્રેડનો બાકીનો ભાગ તેમના સામાન્ય તીક્ષ્ણ કટાક્ષથી ભરેલો હતો, થ્રેડ પીએમ મોદીના ભગવા કપડાં પહેરેલા ફોટા સાથે સમાપ્ત થયો. આ સાથે, તેમણે તેમની પોસ્ટના છેલ્લા ભાગમાં લખ્યું હતું કે, યુક્રેનમાં શાંતિનો માર્ગ નવી દિલ્હીમાંથી પસાર થાય છે.

એક ટિપ્પણીમાં લખ્યું હતું કે, વાહ! ટ્રમ્પના વેપાર સલાહકાર હવે ભારતને નિશાન બનાવતા ટ્વિટમાં મોદીના ધ્યાન કરતા ફોટાનો ઉપયોગ કરી રહ્યા છે. બીજા યુઝરે ગુસ્સો વ્યક્ત કરતાં લખ્યું. આ આક્રોશ અને ગુસ્સાની લાગણી અન્ય લોકોએ પણ વ્યક્ત કરી. કારણ કે તેઓએ ભારત સાથેના યુએસ વહીવટીતંત્રના વર્તનની ટીકા કરી અને આવી પોસ્ટ્સને કારણે યુએસ-ભારત સંબંધો બગડતા હોવાનો ઉલ્લેખ કર્યો છે.

શુ હતો મામલો ?

ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નાવારોની ટીકા કરી છે. પીટર નાવારોએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની ભારતની નીતિ પર સવાલ ઉઠાવતા તીખી ટિપ્પણીઓ કરી હતી. તેમણે ભારતીય ઉદ્યોગપતિઓને નફાખોર ગણાવ્યા હતા. આ ઉપરાંત, તેમણે કહ્યું હતું કે ભારત રશિયન તેલ વેચીને મોટો નફો કરી રહ્યું છે. તેમણે યુક્રેન યુદ્ધ માટે ભારતને દોષી ઠેરવ્યું હતું.