અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના ખાસ સલાહકાર પીટર નવારો અવારનવાર પીએમ મોદી વિરુદ્ધ ઝેર ઓકતા રહે છે. ત્યારે હવે તેઓએ રશિયા સાથે ભારતના સંબંધ મુદ્દે પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા છે. તેઓ સોશિયલ મીડિયા, ટીવી, ન્યુઝપેપર જેવા માધ્યમોથી પોતાના પીએમ મોદી સામેના વિચારો રજૂ કરતા રહે છે.

અમેરિકાની તાનાશાહી

ટેરિફ વોરના કારણે અમેરિકા દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. દરેક યુદ્ધમાં અને યુદ્ધવિરામ કરાવવામાં અમેરિકા અગ્રેસર હોવાનું કહેતુ રહ્યુ છે. આ ઉપરાંત ડૉનાલ્ડ ટ્ર્મ્પ જ્યારથી સત્તામાં આવ્યા છે. ત્યારથી તેઓ 'અમેરિકા ફર્સ્ટ'ના નામે હોબાળો મચાવી રહ્યુ છે. અમેરિકા સમગ્ર દુનિયામાં પોતાનો સિક્કો ચલાવવા ઇચ્છે છે. અને જો કોઇ દેશ તેમનો આદેશ મહી માને તો તેને તાનાશાહની જેમ સજા આપવામાં પણ તે પાછળ રહેતું નથી. આ બધી પ્રક્રિયા પાછળ ટ્રમ્પના અમુક સલાહકાર મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

સલાહકાર પીટર નવારો પણ ચર્ચામાં

ટેરિફ વોરના કારણે ડૉનાલ્ડ ટ્રમ્પ ચર્ચાનો વિષય તો બન્યા છે. પરંતુ સાથે જ તેમના સલાહકાર પીટર નવારો પણ ચર્ચામાં આવ્યા છે. પીટર નવારો પોતાના ભારત વિરુદ્ધ અને ખાસ કરીને પીએમ મોદી સામેના નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે. તેમની ડિપ્લોમસી હવે વ્યક્તિગતરૂપમાં આવી ગઇ છે. ડૉનાલ્ડ ટ્રમ્પના કારોબારી સલાહકાર પીટર નવારોએ પોતાના સોશિયલ મીડિયા એક્સ અકાઉન્ટ પર ભારત-રશિયા વચ્ચેનો તેલનો વેપાર અને તેના કારણે યૂક્રેનથી લઇને અમેરિકા સુધી શું પ્રભાર પડી રહ્યો છે. તે અંગેનો લેખ લખ્યો છે.

પીટર નવારોના વિવાદિત નિવેદનો

પીટર નવારોએ એક્સ અકાઉન્ટ પર લખ્યુ છે કે, ભારત-રશિયા વચ્ચેના તેલના વેપારને ખત્મ કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે 50 ટકા ટેરિફ લગાવ્યો છે. આ ઉપરાંત તેઓએ લખ્યુ છે કે, અમેરિકાના લોકો ભારતનો સામાન ખરીદે છે. અને ભારત એ તમામ આવકનો ઉપયોગ રશિયા પાસેથી તેલ ખરીદવામાં કરે છે. અને રશિયા આ ભંડોળનો ઉપયોગ યૂક્રેન સામે યુદ્ધ કરવામાં વાપરે છે. ભારતીય રિફાઇનર્સ પોતાના રશિયા પાર્ટનર્સ સાથે મળીને તેલ બજારને અલગ દિશામાં લઇ જઇ રહ્યુ છે.