કાચા તેલનો અર્થ એ છે કે, તે એક સરખો કાળો તરલ પદાર્થ છે. અને પેટ્રોલ-ડીઝલ બનાવવામાં આવે છે. વાસ્તવિક્તા વધુ જટીલ છે.
વેનેઝુએલાએ પાસે તેલનો ભંડાર
અમેરિકા દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમના પત્નીની જેવી રીતે ધરપકડ કરવામાં આવી છે. તે બાદ તમામ દેશોની નજર વેનેઝુએલાના તેલ ભંડાર પર છે. આ કાર્યવાહી માત્ર એક દેશે પોતાની શક્તિ દર્શાવવા સુધીની સમિત નથી. પણ તેની પાછળ એ લાલચ પણ છુપાયેલું છે. જેમાં વેનેઝુએલાનું તેલ ખાસ કરીને તેનું વજન અને એક્સ્ટ્રા-હેવી કૂડ એક નિર્ણયાક ભૂમિકા ભજવે છે.
તેલની માત્રા નહી જ ગુણવત્તાના કારણે વધ્યુ લાલચ
સામાન્ય કક્ષાનું તેલ પાતળુ હોય છે. અને તે જલ્દી જ રિફાઇન થઇ જાય છે. તેમાંથી પેટ્રોલ તથા એવિએશન ફ્યૂલ વધુ કિંમતવાળા તેલ અધિક માત્રામાં નિકળે છે. તેનાથી વિરુદ્ધ ભારે તેલ વધુ ઘટ્ટ હોય છે. તેમાં અશુદ્ધિઓ વધુ હોય છે. તેને ઉપયોગી ઇંધણમાં પરિવર્તીત કરવા માટે મોંઘી અને જટિલ પ્રોસેસિંગ જોઇએ. તેના જ કારણે દુનિયાની તમામ રિફાઇનરીઓ તમામ તેલને સાચવી શકતી નથી.
વેનેઝુએલાના ઓરિનોકો બેલ્ટ છે ઉર્જાનું કેન્દ્ર
વેનેઝુએલાનુ ઓરિનોકો બેલ્ટ ઉર્જાનું કેન્દ્ર છે. તે વિશ્વનું સૌથી મોટું તેલ ક્ષેત્રમાંનું એક છે. અહીં ઉપસ્થિતિ તેલને એક્સ્ટ્રા-હેવી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે, તે અત્યંત ઘટ્ટ અને વજનમાં વધુ છે. તેને સામાન્ય ગુણવત્તાવાળા તેલમાં ભેળવવું પડે છે. અથવા અપગ્રેડિંગ પ્લાંટ લગાવવામાં આવે છે. જે તેલને સિંથેટિક ક્રૂડમાં બદલી શકે છે. આ પ્રક્રિયા ઘણી મોંઘી છે. તેમ છતાં ઓરિનોકો બેલ્ટનું આકર્ષણ ઓછુ નહી થઇ શકે.
ઉત્પાદન ક્ષમતા અને વાસ્તવિકતા
કાગળો પર વેનેઝુએલા પાસે પ્રતિદિન 30 લાખ બૈરલથી વધુ અધિક ઉત્પાદન કરવાની ક્ષમતા છે. પરંતુ હકીકત આ બધાથી ઘણી અલગ છે. છેલ્લા ઘણા વર્ષોમાં તેનું ઉત્પાદન કેટલીકવાર 10 લાખ બૈરલ ઉત્પાદનથી પણ નીચું ગયુ છે. બજારમાં માગ યથાવત્ છે પરંતુ આંતરિક મુદ્દાઓના કારણે ઉત્પાદન પર અસર જોવા મળી રહ્યુ છે.
