સિએલ મરીના હોટલ 377 મીટર ઉંચી છે. અને તે 82 માળની હોટેલ છે. આ હોટેલના 76માં માળે ઇન્ફિનિટી પૂલ અને 81માં માળે સૌથી ઉંચો ક્લબ બનાવાયો છે.

દુનિયાની સૌથી ઉંચી હોટેલ

દુબઇએ એક એવું આલીશાન હોટેલ બનાવ્યુ છે જે દુનિયાની સૌથી ઉંચી હોટેલ છે. આ હોટેલની ઉંચાઇ 377 મીટર છે. એટલે કે આ હોટેલ કુતુબ મીનારથી પણ પાંચ ગણુ ઉંચુ છે. આ હોટેલને 15 નવેમ્બરના રોજ ખુલ્લુ મુકવામાં આવશે. આ હોટેલની વૈભવશાળી સુવિધાઓનો આનંદ માણવા માટે લોકોમાં ક્રેઝ હમણાથી જ જોવા મળી રહ્યો છે. અને તેના માટે બુકિંગ પણ શરુ કરવામાં આવી છે.

82 માળથી સજ્જ આલિશાન હોટેલ

Ciel Dubai Marina હોટેલ ધ ફર્સ્ટ ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. આ હોટેલમાં 82 માળ છે. દુબઇમાં વધી રહેલી સંપત્તિમાં આ હોટેલના નિર્માણે પોતાનું સ્થાન જમાવ્યુ છે. આ હોટેલના કારણે પ્રવાસન ક્ષેત્રને વઘુ વેગ મળવાની આશા સેવાઇ રહી છે. આ હોટેલમાં જેટલા રૂમ છે એ તમામ રૂમમાંથી દુબઇનો સુંદર નજારો જોઇ શકાય છે. પામ જુમૈરા અને મરીના સ્કાઇલાઇનનો શાનદાર નજારાનો આનંદ માણી શકાશે.

ઇન્ફિનિટી પૂલ આકર્ષણનું કેન્દ્ર

Ciel Dubai Marina હોટેલને NORR નામના પુરસ્કાર વિજેતા આર્કિટેક્ચરલ ફર્મે ડિઝાઇન કરી છે. સંપૂર્ણ ઇમારતને સુંદર બનાવવા માટે કાચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હોટેલમાં રુફટોપ ઓબ્ઝર્વેશન ડેક બનાવવામાં આવ્યો છે. જ્યાંથી બુર્જ અલ અરબ, એન દુબઇ અને દુબઇના અન્ય પ્રમુખ સ્થળોનું 360 ડિગ્રી દ્રશ્ય જોઇ શકાશે. આ હોટેલની વિશેષતામાં 76માં માળે બનાવવામાં આવેલો ઇન્ફિનિટી પૂલ સૌ ધ્યાન આકર્ષિત કરે છે. અને સાથે જ 81માં માળે Tattu Sky Lounge ક્લબ બનાવવામાં આવ્યો છે.

 વૈભવશાળી સુવિધા અને આકર્ષક ડિઝાઇન

આ હોટેલ અને ક્લબ બે નવા ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવશે. આ હોટેલ ન માત્ર ઉંચાઇ પણ પોતાની વૈભવશાળી સુવિધા અને ડિઝાઇનના કારણે પણ રેકોર્ડ બનાવશે. ઓપનિંગ સમયે એક રૂમની એક રાતની કિંમત 1,310 દિહરામ રાખવામાં આવી છે. જે ભારતીય ચલણ પ્રમાણે 30થી 31 હજાર રૂપિયા છે. તો પ્રીમિયમ સુઇટ્સની કિંમત એક રાત માટે 2400 દિહરામ રાખવામાં આવી છે. જેની કિંમત ભારતીય ચલણ પ્રમાણે 56,400 રૂપિયા છે.

પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ

આ હોટેલનું મુખ્ય આકર્ષણ Tattu Dubai છે. પુરસ્કાર વિજેતા એશિયાઇ રેસ્ટોરેન્ટ જે ટાવરની ઉપર ત્રણ માળ પર ફેલાઇ છે. આ હોટેલમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ભોજન પણ મળી રહેશે. જે સમયે દુબઇ પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ આપી રહ્યો છે તેવા સમયે જ Ciel Dubai Marina હોટેલનું ઉદ્ધાટન કરવામાં આવી રહ્યુ છે.