પાકિસ્તાની પાસપોર્ટ રાખનારા લોકો માત્ર 34 દેશોમાં જ વીઝા વિના જઇ શકે છે.

હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સની નવી વૈશ્વિક રૈકિંગ

દુનિયાભરના દેશોના પાસપોર્ટની શક્તિ દર્શાવનાર પ્રતિષ્ઠિત હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સની નવી વૈશ્વિક રૈકિંગ સામે આવી છે. સિંગાપુર જેવા દેશના નાગરિક દુનિયાના લગભગ તમામ ખૂણામાં વીઝા વગર યાત્રા કરી શકે છે. તો બીજી તરફ પાકિસ્તાનનો પાસપોર્ટ સતત ચોથા વર્ષે દુનિયાનો સૌથી નબળો પાસપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ વર્ષની રૈકિંગમાં પાકિસ્તાની પાસપોર્ટને 103મું સ્થાન મળ્યુ છે. જે યમનની સાથે સંયુક્ત રૂપમાં છે. આ રૈકિંગ પાકિસ્તાન માટે મોટા ઝાટકા સમાન છે.

ફક્ત 31 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ

પાકિસ્તાની પાસપોર્ટ ધારકોને 227 વૈશ્વિક સ્થળોમાંથી ફક્ત 31 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ મળે છે. આ યાદીમાં પાકિસ્તાનથી નીચે ફક્ત ત્રણ દેશો છે. ઇરાક 104મા ક્રમે છે, જે તેના નાગરિકોને વિઝા વિના 29 દેશોમાં મુસાફરી કરવાની મંજૂરી આપે છે. યુદ્ધગ્રસ્ત સીરિયા 105મા ક્રમે છે, જે ફક્ત 26 સ્થળોએ વિઝા-મુક્ત પ્રવેશ આપે છે. યાદીમાં છેલ્લા ક્રમે અફઘાનિસ્તાન 106મા ક્રમે છે. જેના પાસપોર્ટ ધારકો વિઝા વિના ફક્ત 24 દેશોમાં મુસાફરી કરી શકે છે.

અન્ય દેશોના પાસપોર્ટ છે મજબૂત

આ યાદીમાં બીજા સ્થાને દક્ષિણ કોરિયા પણ છે, જે એક એશિયન દેશ છે જેના નાગરિકો વિઝા વિના 190 દેશોમાં મુસાફરી કરી શકે છે. જાપાન 189 સ્થળોના વિઝા-મુક્ત સ્કોર સાથે ત્રીજા સ્થાને છે. આ પછી યુરોપિયન દેશો પ્રભુત્વ ધરાવે છે. જર્મની, ઇટાલી, લક્ઝમબર્ગ, સ્પેન અને સ્વિટ્ઝર્લૅન્ડ ચોથા સ્થાને છે, પાસપોર્ટ ધારકો 188 સ્થળોએ વિઝા વિના મુસાફરી કરી શકે છે. ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, આયર્લેન્ડ અને નેધરલેન્ડ 187 ના વિઝા-મુક્ત સ્કોર સાથે પાંચમા સ્થાને છે.

  • Follow us on: