તુર્કીયેએ 92.4 અરબ ઘન મીટરનો ભંડાર શોધ્યો છે. બન્ને દેશની અર્થવ્યવસ્થા અને ઉર્જા ક્ષમતાને આ શોધ બાદ મોટી માત્રામાં પ્રોત્સાહન મળશે.

બે દેશની કિસ્મત એક સાથે ખુલી

દુનિયામાં જ્યારે ઉર્જા શક્તિને લઇને યુદ્ધ ખેલાઇ રહ્યા છે. ત્યારે બે દેશની કિસ્મત એક સાથે ખુલી છે. મિસ્ત્ર અને તુર્કીયેએને મોટો ખજાનો હાથ લાગ્યો છે. બન્ને દેશે પ્રાકૃતિક ગેસ ભંડાર મળવાની જાહેરાત કરી છે. જેના કારણે આવનાર અર્થવ્યવસ્થાને જબરદસ્ત તાકાત મળી શકે છે. મિસ્ત્રના પેટ્રોલિયમ મંત્રાલયે જાહેરાત કરી છે કે, વેસ્ટર્ન ડેઝર્ટના પોર્ટ-15 ક્ષેત્રમાં પ્રાકૃતિક ગેસનો નવો ભંડાર મળી આવ્યો છે.

14 નવા કુવા ખોદવાની યોજના

અનાદોલુ એજન્સીએ જણાવ્યુ હતુ કે, આ નવા ક્ષેત્રથી 15 અરબ ઘન ફુટ ગેસ મિસ્ત્રના રાષ્ટ્રીય ભંડારમાં જોડવામાં આવશે. મંત્રાલયે કહ્યુ હતુ કે, આ શોધ તેમની રોકાણ નીતિઓનું પરિણામ છે. જેનો હેતુ ઉત્પાદન વધારવું અને આયાત પર નિર્ભરતા ઘટાડવાનો છે. મિસ્ત્રના પેટ્રોલિયમ મંત્રી કરીમ બદાવીએ કહ્યુ હતુ કે, સરકાર આવનાર 5 વર્ષમાં દૈનિક ગેસ ઉત્પાદનને 6.4થી 6.6 અરબ ઘન ફુટ સુધી વધારવાનું લક્ષ્ય રાખે છે. જેના માટે ભૂમધ્ય સાગરમાં 14 નવા કુવા ખોદવામાં આવી રહ્યા છે.

વર્ષ 2026 સુધી નવા ધ્યયે

મિસ્ત્રના એક દિવસ પહેલા તુર્કીયેએ જાહેરાત કરી હતી કે, તેઓને આ વર્ષનું92.4 અરબ ઘન મીટર પ્રાકૃતિક ગેસનો ભંડાર મળી આવ્યો છે. જેની કિંમક 37 અરબ ડોલર છે. આ શોધ તેમના દેશ માટે સૌથી મોટી શોધ માનવામાં આવી રહી છે. તુર્કીયેના ઉર્જા મંત્રી અલપરસ્લાન બાયરાકતારે સંસદની બજેટ સમિતીની સામે કહ્યુ હતુ કે, મે મહિનામાં ગોકતેપે-3 કુવામાં 75 અરબ ઘન મીટર ગેસનો વિશાળ ભંડાર તેમને મળી આવ્યો છે. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, વર્ષ 2026 સુધી દેશમાં 300 નવા ખોદકામ કરવામાં આવશે.