મૈકેન્જી સ્કોટે શિક્ષણનો વ્યાપ વધારવા માટે હમણા જ 310 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે.
સૌથી મોટું દાન
મૈકેન્જી સ્કોટે પોતાની સંસ્થા Yield Givingના માધ્યમથી સૈન રાફેલ સ્થિત બિન-ફાયદાકારક સંગઠન 10 હજાર Degreesને આ રાશિ દાન કર છે. આ સંસ્થાએ વિદ્યાર્થીઓ માટેને મદદ કરે છે જેઓ તેમના પરિવારમાં પ્રથમવાર કોલેજ જઇ રહ્યા હોય છે. ખાસ કરીને અશ્વેત, અલ્પસંખ્યક સમુદાયમાંથી આવતા યુવાઓને મોટો ફાયદો મળે છે. આ સંસ્થાને આપવામાં આવેલું આ સૌથી મોટું દાન છે. સ્કોટનું આ પગલું શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
સમાજ સેવા અને લેખિકા તરીકે ઓળખ
મૈકેંજી સ્કોટ માત્ર એક સમાજસેવિકા જ નથી. પરંતુ એક પ્રતિભાશાળી લેખિકા પણ છે. વ્રષ 1970માં કૈલિફોર્નિયામાં જન્મેલી સ્કોટે પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં ડિગ્રી હાંસલ કરી છે. નોબેલ વિજેતા લેખિકા ટોની મૌરિસનના માર્ગદર્શનમાં શિક્ષણ મેળવ્યુ છે. બાદમાં તેઓએ હેઝ ફંડ D.E. Shawમાં કામ કર્યુ હતુ. અહીં તેમની મુલાકાત જેફ બેજોસ સાથે થઇ હતી. 1993માં બન્નેએ લગ્ન કર્યા હતા. અને સાથે મળીને એમેઝોનની શરૂઆત કરી હતી.
સમાજમાં પ્રેરણાદાયી
મૈકેંજી સ્કોટની ખાસિયત છે કે, તેઓ નિઃસ્વાર્થ ભાવે ફંડ આપતી રહે છે. કે જેના દ્વારા જરુરિયાતમંદ લોકોને મદદ મળી રહે. મૈકેંજી સ્કોટે ઉદાહરણ પુરુ પાડ્યુ છે કે, સાચી સફળતા માત્રા નાણાં કમાવવામાં નહી પણ સમાજને મદદ કરવામાં છે. તેમની આ ઉદારતા એ બધા અરબપતિઓ માટે પ્રેરણાદાયી છે. જેઓ દુનિયાને વધુ સારી બનાવવા ઇચ્છે છે.













