આ પ્રોજેક્ટ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થવાનો છે. જોકે પાકિસ્તાન પાસે મોટા તેલ ભંડારના પુરાવા નથી અને અગાઉના ખોદકામના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.
ગેસના સંશોધનને વેગ આપવા માટે પ્રયાસ
પાકિસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ તેલ અને ગેસના સંશોધનને વેગ આપવા માટે સમુદ્રમાં એક કૃત્રિમ ટાપુ બનાવી રહ્યું છે. આ ટાપુ સિંધ કિનારાથી લગભગ 30 કિમી દૂર સુજાવલ નજીક બનાવવામાં આવી રહ્યો છે. સુજાવલ કરાંચીથી આશરે 130 કિમી દૂર છે. પીપીએલના જનરલ મેનેજર અરશદ પાલેકરના જણાવ્યા અનુસાર, દરિયાઈ મોજાઓ ખોદકામમાં અવરોધ ન આવે તે માટે આ ટાપુ 6 ફૂટ ઊંચો બનાવવામાં આવી રહ્યો છે.
Also Read
World News: Pakistanમાં રોહિંગ્યા મુસ્લિમોની વસ્તી રાતોરાત કેવી રીતે વધી, ક્યાંથી આવ્યા અઢી લાખ લોકો?
World News: અમે લાલ કિલ્લાથી કાશ્મીર સુધી કરીશું હુમલો, PoKના ભૂતપૂર્વ પીએમે કર્યો સ્વીકાર, Delhi Blastમાં પાકિસ્તાનની સંડોવણી
World News: ન ભૂકંપ, ન વાવાઝોડું તો કેવી રીતે તુર્કીયેના શહેરોમાં ઇમારતો થઇ ધરાશાયી, જાણો શું હતુ કારણ?
તેલ માટે કરાશે ખોદકામ શરૂ
કૃત્રિમ ટાપુનું બાંધકામ આવતા વર્ષે ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. ટાપુ તૈયાર થયા પછી તરત જ તેલ માટે ખોદકામ શરૂ થશે. પીપીએલ અહીં 25 કુવા ખોદવાની યોજના ધરાવે છે. પાકિસ્તાન ભારતની દૈનિક ક્ષમતાના માત્ર દસમા ભાગનું ઉત્પાદન કરે છે. તેલ ભંડારની દ્રષ્ટિએ આ દેશ વિશ્વમાં 50મા ક્રમે છે. પાકિસ્તાન તેના 80%થી વધુ તેલની આયાત કરે છે. પાકિસ્તાન માટે, માટી, રેતી અને અન્ય સામગ્રી દરિયામાં નાખીને જમીન બનાવવીએ સંપૂર્ણપણે નવી પદ્ધતિ છે. જો કે, આ પદ્ધતિનો ઉપયોગ વિશ્વભરના ઘણા દેશોમાં પહેલાથી જ થઈ રહ્યો છે.
પાકિસ્તાન સામેની મુખ્ય ચિંતાઓ
સૌથી મોટી સમસ્યા એ છે કે પાકિસ્તાનના મોટા તેલ ભંડારના કોઈ નક્કર પુરાવા નથી. 2019માં કરાંચી નજીક કેકરા-1 ડ્રિલિંગ નિષ્ફળ ગયું હતુ. આ પછી, અમેરિકન કંપની એક્સોન મોબિલે પાકિસ્તાન છોડી દીધું હતુ. તાજેતરના વર્ષોમાં, કુવૈત પેટ્રોલિયમ, શેલ અને ટોટલ એનર્જી પણ પાકિસ્તાન છોડી ગયા છે.
ટ્રમ્પના દાવા બાદ પાકિસ્તાને પગલાં લીધાં
હકીકતમાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ટ્રુથ સોશિયલ પર દાવો કર્યો હતો કે પાકિસ્તાન અને અમેરિકા સંયુક્ત રીતે પાકિસ્તાનના વિશાળ તેલ ભંડારનો વિકાસ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારત ભવિષ્યમાં પાકિસ્તાન પાસેથી પણ તેલ ખરીદી શકે છે. આ દાવાઓ બાદ, પાકિસ્તાને પીપીએલ સહિત અનેક કંપનીઓને નવા ઓફ શોર લાઇસન્સ આપ્યા છે.










