વર્ષ 2025 ગ્લોબલ ઈકોનોમી માટે અસ્થિર રહ્યું. શરૂઆત ભલે મજબૂત રહી હોય, પરંતુ ધીમે ધીમે તે મંદીમાં સરી પડ્યું. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)એ અનુમાન લગાવ્યું છે કે વૈશ્વિક વૃદ્ધિ દર 2024માં 3.3 ટકાથી ઘટીને 2025માં 3.2 ટકા અને 2026માં 3.1 ટકા થવાની ધારણા છે. IMFએ દુનિયાની મોટી અર્થ વ્યવસ્થાઓ માટે 2025 અને 2026 બંનેમાં GDP વૃદ્ધિ 1.6 ટકા રહેવાની આગાહી કરી છે, જે ગયા વર્ષ કરતા 0.2 ટકાનો ઘટાડો દર્શાવે છે.
વર્ષ 206માં કરવો પડશે આર્થિક પડકારોનો સામનો
IMFના ઓક્ટોબર 2025ના અનુમાન મુજબ, 2026માં સંતુલન પ્રાપ્ત કરવામાં વૈશ્વિક અર્થતંત્રને કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. IMFએ ઈકોનોમી મંદી અને વધુ ઘટાડાના જોખમ અંગે ચેતવણી આપી છે. ડેટામેપરનો ઉપયોગ કરીને, IMFએ 2026માં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓનો અંદાજ લગાવ્યો છે, જેનો અર્થ એ છે કે કયા દેશોમાં સૌથી વધુ કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) હશે. ચાલો જોઈએ કે કયા દેશો યાદીમાં છે, અને ભારત કયા ક્રમે છે?
IMF પ્રમાણે દુનિયાની 20 સૌથી મોટી ઈકોનોમી (2026)
| 1 | અમેરિકા | 31.82 ટ્રિલિયન ડોલર |
| 2 | ચીન | 20.65 ટ્રિલિયન ડોલર |
| 3 | જર્મની | 5.32 ટ્રિલિયન ડૉલર |
| 4 | ભારત | 4.5 ટ્રિલિયન ડોલર |
| 5 | જાપાન | 4.46 ટ્રિલિયન ડોલર |
| 6 | યુનાઇટેડ કિંગડમ | 4.22 ટ્રિલિયન ડોલર |
| 7 | ફ્રાન્સ | 3.55 ટ્રિલિયન ડોલર |
| 8 | ઇટાલી | 2.7 ટ્રિલિયન ડોલર |
| 9 | રશિયા | 2.5 ટ્રિલિયન ડોલર |
| 10 | કેનેડા | 2.42 ટ્રિલિયન ડોલર |
| 11 | બ્રાઝિલ | 2.29 ટ્રિલિયન ડોલર |
| 12 | સ્પેન | 2.04 ટ્રિલિયન ડોલર |
| 13 | મેક્સિકો | 2.03 ટ્રિલિયન ડોલર |
| 14 | ઓસ્ટ્રેલિયા | 1.94 ટ્રિલિયન ડોલર |
| 15 | દક્ષિણ કોરિયા | 1.93 ટ્રિલિયન ડોલર |
| 16 | તુર્કી | 1.57 ટ્રિલિયન ડોલર |
| 17 | ઇન્ડોનેશિયા | 1.55 ટ્રિલિયન ડોલર |
| 18 | નેધરલેન્ડ | 1.41 ટ્રિલિયન ડોલર |
| 18 | સાઉદી અરેબિયા | 1.31 ટ્રિલિયન ડોલર |
| 20 | પોલેન્ડ | 1.1 ટ્રિલિયન ડોલર |
સતત આગળ વધી રહ્યું છે ભારત
ગ્લોબલ રેટીંગ એજન્સી મૂડીઝે ભારતીય અર્થતંત્રનો વિકાસ દર ચાલુ વર્ષ 2025માં 7 ટકા, 2026માં 6.4 ટકા અને 2027માં 6.5 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. મૂડીઝે તેના રિપોર્ટ "ગ્લોબલ મેક્રો આઉટલુક"માં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. આ વૃદ્ધિને મજબૂત સ્થાનિક માંગ, સેવા ક્ષેત્રના વિસ્તરણનો વ્યાપ અને માળખાગત સુવિધાઓ પર સરકારી ખર્ચ દ્વારા ટેકો મળશે.