વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કની સંપત્તિમાં સ્પેસએક્સના IPO પછી રેકોર્ડતોડ વધારો થયો છે. ફોર્બ્સે IPO પહેલા મસ્કની નેટવર્થ આશરે 780 બિલિયન ડોલર અંદાજી હતી, જે હવે 1.1 ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે. ઇતિહાસમાં આટલી મોટી સંપત્તિ મેળવનાર તેઓ પ્રથમ વ્યક્તિ છે. એલોન મસ્ક દુનિયાના બિલિયોનર બનતા લોકો ચોંકી ઉઠયા. દુનિયા તેમની સંપત્તિની ગણતરી કરવા લાગી છે. પરંતુ મસ્કનું માનવું છે કે ભવિષ્યમાં પૈસાની કોઈ કિંમત રહેશે નહીં.
એલોન મસ્કના નિવેદનની ભારે ચર્ચા
તાજેતરના એક કાર્યક્રમમાં બોલતા, તેમણે કહ્યું હતું કે આવનારા સમયમાં પૈસાનું મહત્વ સમાપ્ત થઈ જશે. એલોન મસ્કે કહ્યું કે અત્યારે ડિજીટલ યુગમાં ઓનલાઈન પેમેન્ટ થવા લાગ્યા છે. જયારે ભવિષ્યમાં પૈસાની કિમંત જ રહેશે નહી. એક કાર્યક્રમમાં એલોન મસ્કે આપેલા આ નિવેદનની ભારે ચર્ચા થઈ રહી છે. આખરે કેમ ઓલન મસ્ક આવું કહી રહ્યા છે. તેને લઈને લોકો વિચારતા થયા છે.
ભવિષ્યમાં પૈસાની કોઈ કિમંત રહેશે નહી, એલોન
2026 ના એબ્યુન્ડન્સ સમિટમાં બોલતા, મસ્કે કહ્યું કે ડિજિટલ બાદ અત્યારે AI એ મોટી ક્રાંતિ લાવી છે. ભવિષ્ય AI અને રોબોટ્સનું છે. ભવિષ્યમાં, મશીનો એટલા ઉત્પાદક બનશે કે કામ, આવક અને પૈસા વિશેના પરંપરાગત વિચારો સંપૂર્ણપણે બદલાઈ જશે. આપણી પાસે સાર્વત્રિક ઉચ્ચ આવક હશે. AI અને રોબોટ્સ એટલું બધું કામ કરશે અને સેવાઓ પૂરી પાડશે કે માણસો પૂરતું કરી શકશે. પરિણામે, એક સમય આવશે જ્યારે પૈસા તેનું મહત્વ ગુમાવશે.
AI કામ કરશે, માણસો આરામ, નહીં રહે પૈસાની જરૂર
જ્યારે મસ્કને પૂછવામાં આવ્યું કે જો પૈસા નહીં હોય તો દુનિયા કેવી રીતે ચાલશે? ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે AI સિસ્ટમ્સને ડોલર કે રૂપિયા જેવા માનવ ચલણની જરૂર નથી હોતી. તેઓ માત્ર પાવર (શક્તિ), વોટેજ (વીજળી) અને ટન (ઉત્પાદન) ની ભાષા જ સમજે છે. એલોન મસ્કે અગાઉ પણ દાવો કર્યો હતો કે આગામી સમયમાં મનુષ્યોએ આજીવિકા મેળવવા માટે કામ કરવાની કોઈ જરૂર નહીં રહે. રોબોટ્સ તમામ જટિલ અને કંટાળાજનક કાર્યો સંભાળી લેશે. માણસો માત્ર પોતાના શોખ ખાતર શાકભાજી ઉગાડવા જેવી પ્રવૃત્તિઓ કરશે.
એલોન મસ્કની કંપની અધધ..રોબોટો બનાવશે
મસ્કનો આ ભરોસો તેમની કંપની ટેસ્લાના 'ઓપ્ટીમસ' (Optimus) નામના હ્યુમનોઇડ રોબોટ પર આધારિત છે. ટેસ્લા માનવ શ્રમના વિકલ્પ તરીકે આ રોબોટને ઝડપથી વિકસાવી રહી છે અને કંપનીએ ૨૦૩૦ સુધીમાં ૧ મિલિયન (૧૦ લાખ) ઓપ્ટીમસ રોબોટ્સ તૈનાત કરવાનો મોટો લક્ષ્યાંક રાખ્યો છે. જણાવી દઈએ કેએલોન મસ્કની સંપત્તિનો સૌથી મોટો હિસ્સો સ્પેસએક્સમાં રહેલા તેમના શેર ($866 બિલિયન) માંથી આવે છે. આ ઉપરાંત તેઓ ટેસ્લા (Tesla), એક્સ (X - અગાઉનું ટ્વિટર), ન્યુરાલિંક (Neuralink) અને ધ બોરિંગ કંપની જેવી દિગ્ગજ કંપનીઓના માલિક છે.