કેલિફોર્નિયાના ઉત્તરપશ્ચિમ ફ્રેસ્નોમાં એક દુર્ઘટના બની છે, જેમાં નાનું વિમાન ક્રેશ થતાં બે લોકોના કમકમાટીભર્યા મોત થયા છે અને અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ગમગીન ઘટના ફ્રેસ્નો સ્થિત સિએરા સ્કાય પાર્ક એરપોર્ટ નજીક બ્લાઇથ એવન્યુ પર બની હતી. 

શનિવાર બપોરના સમયે ક્રેશ થયું 

અધિકારીઓના જણાવ્યા મુજબ, શનિવારે બપોરે સ્થાનિક સમય અનુસાર આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અકસ્માત એટલો ભીષણ હતો કે તેમાં બે લોકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય બે લોકોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જણાઈ રહ્યું છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ફ્લાઇટ ક્રેશ બાદ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો

આ અકસ્માતને કારણે સ્થાનિક વિસ્તારમાં પાવર ગ્રીડને અસર થઈ હતી. PG&E ના આઉટેજ મેપ મુજબ, ક્રેશ થયા બાદ આસપાસના રહેવાસીઓનો વીજ પુરવઠો અસ્થાયી રૂપે ખોરવાઈ ગયો હતો. જોકે, તંત્ર દ્વારા ત્વરિત કામગીરી કરીને થોડા જ સમયમાં વીજળી પુનઃસ્થાપિત કરી દેવામાં આવી હતી.
https://twitter.com/stockbella/status/2096409028330967398

તપાસ અને એજન્સીઓની સક્રિયતા

વિમાન દુર્ઘટનાના સાચા કારણો હજુ સુધી જાણી શકાયા નથી અને તે અજ્ઞાત છે. આ ગંભીર દુર્ઘટનાની સઘન તપાસ માટે અનેક અગ્રણી એજન્સીઓ કામે લાગી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ફ્રેસ્નો પોલીસ ડિપાર્ટમેન્ટ, ફ્રેસ્નો ફાયર ડિપાર્ટમેન્ટ, ફ્રેસ્નો કાઉન્ટી શેરિફ ઓફિસ, નોર્થ સેન્ટ્રલ ફાયર ડિપાર્ટમેન્ટ અને PG&E ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં તમામ સંબંધિત સુરક્ષા એજન્સીઓ ક્રેશ સાઇટ પર તપાસ કરી રહી છે અને પ્લેન કયા સંજોગોમાં ક્રેશ થયું તેની કડીઓ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અધિકારીઓ દ્વારા આ માەરે વધુ સત્તાવાર વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચોઃ Weather Update: દેશભરમાં વરસાદી માહોલ, અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા