G7 Summitમાં શાંતિ વાર્તાનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. જેમાં India–Canadaની મિત્રતાએ એક અલગ છાપ છોડી છે. કેનેડાના કેલેગરીમાં રહેતા ભારતીય સમુદાયમાં આજે ખુશીની લહેર જોવા મળી હતી. તેઓએ ભારત અને કેનેડા વચ્ચે મજબૂત થઇ રહેલા સંબંધો અને ગાઢ મિત્રતાની ઉજવણી કરી હતી. પીએમ મોદીના સૂચક બેનરો, ભારત અને કેનેડાના રાષ્ટ્રીય ધ્વજ સાથે અહીં રહેતા લોકો Peace Bridge પર એકત્ર થયા હતા. ભારતની જય-જયકારના નારા લગાવ્યા હતા.


ભારતીયોએ કરી મિત્રતાની ઉજવણી

કેનેડાના કનાનાસ્કીમાં G7 Summit બાદ અહીં ઉજવણી માટે લોકો એકત્ર થયા હતા. આ કાર્યક્રમની શરૂઆત ભારત અને કેનેડાના રાષ્ટ્રીય ગીત 'ઓ કેનેડા' સાથે કરવામાં આવી હતી. અને સાથે જ દેશભક્તિના ગીત પણ સાંભળવા મળ્યા હતા. જેમાં 'ભારત કા રહેનાવાલા હું', 'એ મેરે વતન કે લોગો', 'જહાં ડાલ-ડાલ પર સોનેકી ચિડિયા કરતી હૈ બસેરા',, વગેરે ગીતોથી દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. કેલગરીના ભારતીય ડાયસ્પોરાના 300થી વધુ સભ્યો Peace Bridge પર એકત્ર થયા હતા. 12 કલાકથી ઓછા સમયમાં 45 ભારતીય સમુદાય સંગઠનોના સહયોગથી આ કાર્યક્રમ સફળ થતો જોવા મળ્યો હતો.

કાર્યક્રમમાં એકતાનો અપાયો સંદેશ

આયોજન સમિતિના પ્રવક્તાએ જણાવ્યું હતુ કે, વાતાવરણ ખરાબ હોવા છતા અહીં લોકો એકત્ર થયા છે. અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે. હું તમામનો આભારી છું. ભારત અને કેનેડા પ્રત્યેનો અમારો ઉત્સાહ, આદર અને પ્રેમ પીએમ મોદી અને કાર્નેજીના કાનમાં ગુંજતો રહેશે. ત્યારબાદ ભીડે પીસ બ્રિજ પર માનવ સાંકળ બનાવી હતી. જે એકતા અને મજબૂત દ્વિપક્ષીય સંબંધો માટેનું પ્રતિક છે. આ પ્રસંગે મીડિયા પણ અહીં ઉપસ્થિત હતુ. અને તેઓએ પણ તમામ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. ભારતીય સમુદાયે મજબૂત આશાવાદ વ્યક્ત કર્યો હતો કે માર્ક કાર્નીના નેતૃત્વ હેઠળ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સુધરશે અને મજબૂત બનશે. ભારત, આર્થિક અને લશ્કરી મહાસત્તા તરીકે મજબૂત ઓળખ બનાવી રહ્યુ છે. ઘણા લોકો ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં કેનેડાના વેપાર અને ભૂ-રાજકીય ભાગીદાર તરીકે જોઇ રહ્યા છે. ભારત આપણી જન્મભૂમિ છે. કેનેડા, આપણી કર્મભૂમિ. 

  • Follow us on: