ઇઝરાયલની કેબિનેટે શુક્રવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા યુદ્ધવિરામ અને બંદીઓની મુક્તિ યોજનાને મંજૂરી આપી હતી. કેબિનેટ તરફથી મંજૂરી મળવાથી હવે યુદ્ધવિરામ અમલમાં આવી ગયો છે. ઇઝરાયલની મીડિયા આઉટલેટ મુજબ, મોટાભાગના કેબિનેટ મંત્રીઓએ આ સમજોતાનો સમર્થન કર્યો હતો. નાણાં મંત્રી બેઝલેલ સ્મોટ્રિચની અતિ-જમણાવાદી ધાર્મિક ઝાયોનિઝમ પાર્ટીના મંત્રી ઓફિર સોફરે પણ આ સમજોતાનો સમર્થન કર્યો હતો, જોકે પાર્ટીના અન્ય તમામ મંત્રીઓએ તેનો વિરોધ કર્યો હતો. બેન ગ્વીરની અતિ-રાષ્ટ્રીયતાવાદી પાર્ટી ઓત્ઝમા યહુદિતના તમામ સભ્યોએ પણ આ સમજૂતીનો વિરોધ કર્યો હતો.

સૈનિકો ફર્યા પાછાં

વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલય તરફથી જાહેર કરાયેલા એક સંક્ષિપ્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે કેબિનેટે બંદીઓની મુક્તિ માટેના સમજોતાના ઢાંચાને મંજૂરી આપી છે. ઇઝરાયલ કેબિનેટની મંજૂરી મળતાં ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાનો પહેલો તબક્કો શરૂ થઈ ગયો છે. જેમાં હમાસ 7 ઑક્ટોબર 2023ના રોજ અપહરણ કરાયેલા બંદીઓમાંથી બાકીની બચી ગયેલી 48 બંદીઓને મુક્ત કરશે. જેમાંથી 20ના જીવિત હોવાની સંભાવના છે. બીજી તરફ એ પણ માહિતી મળી રહી છે કે ઇઝરાયલી સેનાએ ટ્રમ્પની શાંતિ યોજના પર પણ નિવેદન આપ્યુ, ત્યાંના સૈનિકો પણ પાછા ફર્યા.

બે વર્ષમાં 67 હજાર લોકો મોત હવે શાંતિ...

ઇઝરાયલી સેના તરફથી આ જાહેરાત ફિલિસ્તીનીઓની તરફથી શુક્રવારે સવારે ઉત્તરી ગાઝામાં ભારે ગોળીબારીની સૂચના બાદ કરવામાં આવી. આપને જણાવી દઇએ કે છેલ્લાં બે વર્ષમાં લગભગ 67 હજારથી પણ વધુ લોકોના મોત નીપજ્યા છે. હવે ટ્રમ્પના હસ્તક્ષેપ બાદ ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ સમજૂતી થયો.

પીએમ મોદીએ ઇઝરાયલી વડાપ્રધાન અને અમેરિકી રાષ્ટ્રપતિને આપી શુભેચ્છા

આપને જણાવી દઇએ કે ગાઝામાં ટ્રમ્પની શાંતિ યોજનાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ફોન પર શુભેચ્છા પાઠવી હતી.

  • Follow us on: