ભારત દ્વારા રોકાણ કરાયેલા ચાબહાર બંદરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. 

કંટ્રોલ ટાવર તબાહ 

યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે ક્ષતિગ્રસ્ત કંટ્રોલ ટાવરનો ફોટો શેર કર્યો. ચાબહાર બંદર અને કંટ્રોલ ટાવર પર અમેરિકાના હુમલાની પુષ્ટિ કરી છે. છેલ્લા અઠવાડિયામાં ટાવર પર આ ત્રીજો હુમલો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે અહેવાલ આપ્યો છે કે, ફાઇટર જેટ, ડ્રોન અને યુદ્ધ જહાજોએ અનેક ઈરાની લશ્કરી થાણાઓ પર હુમલો કર્યો છે. આ હુમલાઓમાં દરિયાકાંઠાના સર્વેલન્સ સ્ટેશનો, હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, લશ્કરી લોજિસ્ટિક્સ અને દરિયાઈ લશ્કરી થાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે.

પાંચ મુદ્દાથી સમજો સમગ્ર બાબત 

1. ઈરાન કહે છે કે અમેરિકન સૈનિકોનો નાશ કરવામાં આવશે: ઈરાની સાંસદ બેહનમ સઈદીએ અમેરિકાને ધમકી આપતા કહ્યું કે જો અમેરિકા ઈરાન પર જમીન હુમલો કરશે તો અમેરિકન સૈનિકોનો નાશ કરવામાં આવશે.

2. બાબ અલ-મંડેબ સ્ટ્રેટમાં ખતરો વધ્યો: ઈરાને યમનના હુતી બળવાખોરોને કહ્યું છે કે જો અમેરિકા ઈરાનના પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરશે તો બાબ અલ-મંડેબ સ્ટ્રેટ બંધ કરવા માટે તૈયાર રહે.

3. હોર્મુઝ સ્ટ્રેટમાંથી માત્ર 9 જહાજો પસાર થયા: મેરીટાઇમ ડેટા કંપની કેપ્લરના ડેટા અનુસાર, બુધવારે માત્ર ૯ જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા, જે મંગળવારે 13 હતા.

4. હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય ખલાસીઓને તૈનાત કરવામાં આવશે નહીં: ભારત સરકારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ભારતીય ખલાસીઓની તૈનાતીને અસ્થાયી રૂપે રોકવા માટે સૂચનાઓ જારી કરી છે.

5. કુવૈત અને બહેરીનમાં યુએસ બેઝ પર ડ્રોન હુમલા: ઈરાને કુવૈત અને બહેરીનમાં યુએસ લશ્કરી બેઝ પર ડ્રોન હુમલા કર્યા.

પાણી પુરવઠાને અસર થવાનું જોખમ 

કુવૈતે આરોપ લગાવ્યો હતો કે ઈરાને તેના એક પાવર જનરેશન અને ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલો કર્યો હતો, જેના કારણે આગ લાગી હતી અને અનેક પાવર જનરેશન યુનિટને નુકસાન થયું હતું. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. નુકસાનનું હવે મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને પ્લાન્ટને ફરી શરૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. કુવૈતના પીવાના પાણીનો લગભગ 90% પુરવઠો ડિસેલિનેશન પ્લાન્ટમાંથી આવે છે. તેથી, આવા કોઈપણ હુમલાથી દેશના પાણી પુરવઠાને અસર થવાનું જોખમ ઊભું થઈ શકે છે.

તેહરાનના મેયરે આપી પ્રતિક્રિયા 

તેહરાનના મેયર અલીરેઝા ઝકાનીએ કહ્યું છે કે સુપ્રીમ લીડર અલી ખામેનીની હત્યા માટે જવાબદાર લોકોનો બદલો લેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે યુએસ પ્રમુખ ટ્રમ્પ હવે વિશ્વમાં ક્યાંય સુરક્ષિત રહેશે નહીં. એક મુલાકાતમાં, ઝકાનીએ કહ્યું હતું કે ખામેનીની હત્યા માટે જવાબદાર લોકોને ચોક્કસપણે સજા કરવામાં આવશે. વિશ્વનો દરેક મુસ્લિમ આ જ ઇચ્છે છે. આ હત્યાનો બદલો ચોક્કસ છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે દાવો કર્યો છે કે તેણે જોર્ડનમાં તૈનાત યુએસ ફાઇટર જેટને નિશાન બનાવ્યું હતું. 

આ પણ વાંચોઃ હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ મેળવવા માટે અમેરિકા ઉતારશે કેટલા સૈનિકો, જાણો શુ છે પ્લાન?