ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર અનુસાર, ભૂકંપ સવારે 5-36 કલાકે કિંઘાઈ પ્રાંતના હેક્સી પ્રીફેક્ચરમાં આવ્યો હતો.
કોઇ નોંધપાત્ર નુકસાન નહીં
ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં આશરે 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. તેનું કેન્દ્રબિંદુ 37.81 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 96.63 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ ઇમારતને નોંધપાત્ર નુકસાન થયું નથી કે કોઈ ઘાયલ થયું નથી. ભૂકંપની ઊંડાઈ ઓછી હોવાને કારણે, આસપાસના વિસ્તારોમાં ભૂકંપ અનુભવાય તેવી શક્યતા છે. જોકે કોઈ આફ્ટરશોકના અહેવાલ પણ નથી.
2008માં થઇ હતી મોટી હોનારત
12 મે 2008ના રોજ, ચીનના સિચુઆનમાં 7.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આશરે 87 હજાર લોકો માર્યા ગયા હતા. અને મોટી સંખ્યામાં ઇમારતો અને રસ્તાઓને મોટું નુકસાન થયુ હતુ. તે ચીનના તાજેતરના ઇતિહાસમાં સૌથી મોટી કુદરતી આફતોમાંની એક હતી. 14 એપ્રિલ 2010ના રોજ, કિંઘાઈના યુશુ પ્રદેશમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 2600થી વધુ લોકો માર્યા ગયા હતા અને હજારો ઘાયલ થયા હતા. ડિસેમ્બર 2023માં, ગાંસુ અને કિંઘાઈના સરહદી પ્રદેશમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 140થી વધુ લોકો માર્યા ગયા હતા.
ભૂંકપનું કારણ શું ?
ચીનમાં વારંવાર ભૂકંપ આવવાનું કારણ ઉત્તર તરફ ખસતી ભારતીય પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે અથડાય છે. આ અથડામણથી હિમાલય અને તિબેટીયન ઉચ્ચપ્રદેશનું નિર્માણ થયું, અને આસપાસના ખડકો સતત તણાવ અનુભવે છે. જ્યારે આ તણાવ અચાનક સક્રિય ફોલ્ટ પર મુક્ત થાય છે. ત્યારે ભૂકંપ આવે છે. ચીનમાં સિચુઆન-યુનાન પ્રદેશ, તિબેટ અને શિનજિયાંગ જેવા વિસ્તારોમાં ઘણા સક્રિય ફોલ્ટ છે. જે નબળા અને ક્યારેક મજબૂત ભૂકંપની સંભાવના ધરાવે છે.
આ પણ વાંચોઃ ભારતીય-અમેરિકન Pia Dandiyaએ રાજકારણમાં કર્યો શાનદાર પ્રવેશ, US ચૂંટણીમાં ઇતિહાસ રચવા તૈયાર
