અહીં વારંવાર 5.0 થી 7.0ની તીવ્રતાના ભૂકંપ આવે છે. છીછરા ઊંડાણના ભૂકંપ વધુ નુકસાનકારક હોય છે.
કાઉંટીની નજીક ભૂકંપના આંચકા અનુભવાયા
ચીનના પશ્ચિમી ભાગમાં મૌજૂ ગાંસૂ પ્રાંતના તેવો કાઉંટીની નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 5.5 મૈગ્નીટ્યૂડની તીવ્રતા નોંધાઇ હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી લગભગ 10 કિલોમીટર ઉંડાઇમાં હતુ. સ્થાનિકોના જણાવ્યા અનુસાર બપોરે 2 વાગ્યે 56 મિનિટે આ ભૂકંપના આંચકા નોંધાયા હતા. ભૂકંપનું કેન્દ્ર 34.06 ડિગ્રી અક્ષાંશ અને 103.25 ડિગ્રી પૂર્વ દેશાંતર પર નોંધાયુ છે. ગાંસૂ પ્રાંત ચીનના એવા વિસ્તારોમાંનો એક છે જ્યાં ભૂસ્તરશાસ્ત્રીય માળખું અને ટેક્ટોનિક પ્રવૃત્તિ સતત ભૂકંપનું જોખમ ઊભું કરે છે.
અગાઉ પણ ધ્રૂજી છે ધરા
આ ભૂકંપ કિંઘાઈ-તિબેટીયન ઉચ્ચપ્રદેશના ઉત્તરીય કિનારે આવેલા ભૂકંપ-સંભવિત પ્રદેશ ગાંસૂ પ્રાંતમાં અનુભવાયો હતો. 2023માં ગાંસૂ અને પડોશી પ્રાંત કિંઘાઈમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ 2014 પછીનો સૌથી મોટો ભૂકંપ હતો. જેમાં 150થી વધુ લોકો માર્યા ગયા હતા. તેનું સ્થાન, પર્વતીય માળખું અને ફોલ્ટ લાઇનોની હાજરી તેને ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ બનાવે છે. ગાંસૂ પશ્ચિમ ચીનમાં સ્થિત છે અને તેનો આકાર લાંબા કોરિડોર જેવો છે.
ક્યારે-ક્યારે નોંધાયા ભૂકંપના આંચકા ?
1920નો હૈયુઆન ભૂકંપ 8.5ની તીવ્રતા નોંધાઇ હતી. જે સૌથી ઘાતક હતો. જેમાં બે લાખથી વધુ લોકો માર્યા ગયા હતા. 1932નો ચાંગમા ભૂકંપ 7.6ની તીવ્રતા નોંધાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા. 2013ના મિન્ક્સિયાન-ઝાંગક્સિયાન ભૂકંપ 6.6ની તીવ્રતા નોંધાઇ હતી. જેમાં 95થી વધુ લોકો માર્યા ગયા હતા. 2023ના ગાંસૂ-ક્વિંઘાઈ સરહદી ભૂકંપ 6.2ની તીવ્રતા નોંધાઇ હતી. જેમાં 150થી વધુ લોકો માર્યા ગયા હતા.
આ પણ વાંચોઃ Bijapur Naxal Attack: છત્તીસગઢના બીજાપુરમાં નક્સલ વિરોધી કાર્યવાહી દરમિયાન IED બ્લાસ્ટ, 11 જવાન થયા ઘાયલ
