ચીનના પૂર્વ કૃષિ મંત્રી તાંગ રેનજિયાનને ભ્રષ્ટાચારના આરોપમાં રવિવારે, 28 સપ્ટેમ્બરે મોતી સજા સંભળાવવામાં આવી. કોર્ટે એક નિવેદનમાં કહ્યુ કે બે વર્ષમાં જેલમાં રાખ્યા બાદ ફાસીની સજા આપવામાં આવશે. ચીનના પૂર્વોત્તરમાં વસેલા જિલિન પ્રાંતના ચાંગચુનના પીપલ્સ કોર્ટે એક નિવેદનમાં કહ્યુ કે તાંગ રેનજિયાને 2007 અને 2024 વચ્ચે કુલ 268 મિલિયન યુઆનથી વધારે રિશ્વત કેસ અને સંપત્તિના રૂપમાં સ્વીકર કરી છે.
તાંગે પોતાના ગુનાઓને કબૂલ પણ કર્યા
એક રિપોર્ટ પ્રમાણે કોર્ટે નિર્ણય સંભળાવ્યો કે પૂર્વ કૃષિ મંત્રીએ રિશ્વત લેવાથી રાજ્ય અને લોકોના હિતોને વિશેષ રૂપથી ગંભીર નુકસાન પહોંચ્યુ છે અને એટલા માટે જ મોતની સજા જરૂરી છે. કોર્ટે એ પણ કહ્યુ છે કે તાંગે પોતાના ગુનાઓને કબૂલ પણ કર્યો છે અને પશ્ચાતાપ પણ જતાવ્યો છે.
શી જિનપિંગના રાજમાં મોટા નામોને પણ માફી નહીં
ચીનની રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાના દેશમાં વ્યાપક ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન શરૂ કર્યુ છે અને તેના હેઠળ ઘણા મોટા નામોને ફાંસીની સજા આપવામાં આવી, અમુક નેતાઓને જેલમાં બંધ કરી દીધા છે. તાંગને મળેલી ફાંસીની સજા આ મામલામાં લેટેસ્ટ છે.
ઉત્તરાધિકારી ડોંગ જૂનને પણ ભ્રષ્ટાચારના દાયરામાં રાખવામાં આવ્યા
ચીનના પૂર્વ રક્ષા મંત્રીઓ લી શાંગફૂ અને વેઇ ફેંગહે વિરુદ્ધ આ રીતે જ ભ્રષ્ટાચારની તપસા થઇ છે. ચીનની સરકારી મીડયાએ કહ્યુ કે લીને માત્ર સાત મહિના બાદ જ પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતે અને બાદમાં સંદિગ્ત રિશ્વતખોરી સહિત અન્ય અપરાધો માટે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીને સસ્પેન્ડ કરી દીધા છે. તેમના ઉત્તરાધિકારી ડોંગ જૂનને પણ કથિત રીતે ભ્રષ્ટાચારના આરોપોમાં તપાસના દાયરામાં રાખવામાં આવ્યા હતા.










