ચીનના વિદેશ મંત્રાલયે ગુસ્સો વ્યક્ત કરી બંને દેશ પર દબાણ લાવવા સમુદ્રમાં પેટ્રોલિંગ વધારવાની જાહેરાત કરી છે.

દરિયાઈ સીમાંકન પર વાતચીત

જાપાન અને ફિલિપાઇન્સને તાજેતરમાં દરિયાઈ સીમાંકન પર વાટાઘાટો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. બંને દેશો કહે છે કે, તેઓ તેમના દરિયાઈ અધિકારો અને આર્થિક ક્ષેત્રોને સ્પષ્ટ કરવા માંગે છે. બંને દેશો વચ્ચે આ વધતા સહકારથી ચીન ગુસ્સે થયું છે. બેઇજિંગ બંને દેશો વચ્ચે અગાઉની લશ્કરી કવાયતો અને અન્ય સહયોગ સામે પણ વાંધો ઉઠાવે છે. ચીનનો આરોપ છે કે બંને દેશો એક વ્યાપક વ્યૂહરચનાના ભાગ રૂપે ચીનના પ્રભાવને પડકારવાની યોજના બનાવી રહ્યા છે.

જાપાન અને ફિલિપાઇન્સ શું કર્યુ ?

જાપાન અને ફિલિપાઇન્સ વચ્ચે કોઈ સીધો પ્રાદેશિક સરહદ વિવાદ નથી. બંને દેશો ચીન વિશે ચિંતાઓ શેર કરે છે. પૂર્વ ચીન સમુદ્રમાં ચીનની ગતિવિધિઓ વધી છે. જાપાન સતત આ અંગે ચિંતા વ્યક્ત કરતું રહ્યું છે. જ્યારે ફિલિપાઇન્સ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના દાવાઓ અને હાજરીથી ચિંતિત છે. પરિણામે, બંને દેશો વધુને વધુ રાજદ્વારી ભાગીદાર બની રહ્યા છે. બંને દેશોના કોસ્ટ ગાર્ડ દરિયાઈ દેખરેખ, માહિતી વહેંચણી અને દરિયાઈ કાયદાના અમલીકરણમાં સહયોગ વધારી રહ્યા છે.

શું કરાર છે મુખ્ય કારણ ?

જાપાન અને ફિલિપાઇન્સે તાજેતરના વર્ષોમાં રેસિપ્રોટોકોલ એક્સેસ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર બંને દેશોની સેનાઓને એકબીજાના પ્રદેશમાં તાલીમ, સંયુક્ત કવાયત અને અન્ય લશ્કરી પ્રવૃત્તિઓ કરવા માટે કાનૂની આધાર પૂરો પાડે છે. સરળ શબ્દોમાં કહીએ તો, હવે જાપાની સૈનિકો માટે ફિલિપાઇન્સમાં લશ્કરી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું અને ફિલિપિનો સૈનિકો માટે જાપાનમાં લશ્કરી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું ખૂબ સરળ બન્યું છે.

દક્ષિણ ચીન સમુદ્ર સાથે શું સંબંધ ?

1. દક્ષિણ ચીન સમુદ્ર વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંનો એક છે. દર વર્ષે ટ્રિલિયન ડોલરનો વૈશ્વિક વેપાર તેમાંથી પસાર થાય છે.

2. ચીન આ દરિયાઈ વિસ્તારના આશરે 90 ટકા ભાગનો દાવો કરે છે, જેને નાઈન-ડૅશ લાઇન તરીકે ઓળખવામાં આવે છે.

3. ફિલિપાઇન્સ, વિયેતનામ, મલેશિયા અને અન્ય દેશો પણ આ પ્રદેશના વિવિધ ભાગોનો દાવો કરે છે.

જાપાન અને ચીન વચ્ચે શું વિવાદ ?

ચીન સાથે જાપાનનો મુખ્ય વિવાદ સેનકાકુ ટાપુઓ પર છે. જાપાન આ ટાપુઓનું સંચાલન કરે છે. પરંતુ ચીન પણ તેમનો દાવો કરે છે. ઘણા વર્ષોથી, બંને દેશોના જહાજો અને કોસ્ટ ગાર્ડ દળો આ વિસ્તારમાં અથડામણ કરી રહ્યા છે. આનો અર્થ એ થયો કે જાપાન અને ફિલિપાઇન્સ ચીન સાથે અલગ અલગ દરિયાઈ ક્ષેત્રોમાં સંકળાયેલા હોઈ શકે છે. પરંતુ બંને ચીનની વધતી જતી દરિયાઈ શક્તિ વિશે ચિંતિત છે.

આ પણ વાંચોઃ South China સમુદ્રમાં બંને બાજુથી ઘેરાયુ ચીન, ભારતથી ખતરો અને તાઇવાને ત્રણ ખાસ જાતિના છોડ્યા શ્વાન