અમેરિકા અને ચીનના સંબંધમાં ખટાશ આવી ગઇ છે અને આ વખતે તિરાડ મોટી થઇ રહી છે. કારણકે ચીને 100 ટકા ટેરિફનેનકારી કાઢતા, અમેરિકાએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને પોતાનું વલણ બદલવાની ચેતવણી આપી અને વાતચીત દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવા વિનંતી કરી.

100 ટકા ટેરિફ અને પ્રતિબંધોને નકારી દીધો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને જોરદાર ઝટકો આપ્યો છે. ચીને અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા 100 ટકા ટેરિફ અને પ્રતિબંધોને નકારી દીધો અને પોતાના અધિકારીઓની લડાઇ લડવાનો સંકલ્પ કર્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને ટ્વીટર પર લખીને જિનપિંગ સરકારનો સંદેશ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સુધી પહોંચ્યો છે.

ટેરિફ લાદવાની ધમકી એ યોગ્ય નથી

તેમણે લખ્યુ કે , ચીન અમેરિકાના પ્રતિબંધોને નકારી રહ્યુ છે. ઉચ્ચ સ્તરીય ટેરિફ લાદવાની ધમકી આપવી એ ચીન સાથે વ્યવહાર કરવાનો યોગ્ય રસ્તો નથી. યુનાઇટેડ સ્ટેટ્સ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાનો અભિગમ સુધારવો જોઈએ. બંને પક્ષો વાતચીત દ્વારા ચિંતાઓનું નિરાકરણ લાવી શકે છે.દ્વિપક્ષીય સંબંધોને સ્થિર, મજબૂત અને ટકાઉ રાખવા માટે મતભેદોનો ઉકેલ લાવવો જ જોઇએ.

ટ્રમ્પની પોસ્ટ બાદ આવી ચીનની પ્રતિક્રિયા

આપને જણાવી દઇએ કે આ નિવેદન ત્યારે આવ્યુ છે, જ્યારે 100 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની સાથે તણાવ ઓછું કરવાનો પ્રયાસ કર્યો અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ખૂબજ સ્મામાનિત વ્યક્તિ ગણાવ્યા, દ્વિપક્ષીય સંબંધોને લઇને આશાવાદી વલણ પણ બતાવ્યુ. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પર પોસ્ટ લખી.

પોસ્ટમાં તેમણે લખ્યુ કે દુનિયાભરના દેશો અને અમેરિકાના નિવાસી ચીનની ચિંતા ન કરો, બધુ જ સરસ થઇ જશે. ખૂબજ સમ્માનિત રાષ્ટ્રપતિ શી જિનપિંગ માટે ખરાબ સમય આવ્યો છે. પરંતુ આશા છે કે તે પોતાના દેશને મંદીના ભંવરમાં ધકેલવા નથી ઇચ્છતા અને ન હું એવું ઇચ્છુ છું. અમેરિકા ચીનની મદદ કરવા ઇચ્છે છે, ન કે તેને નુકસાન પહોંચાડવાની મંશા છે.

  • Follow us on: