આ વાયરસને કારણે વિશ્વભરમાં 7.1 મિલિયનથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને લાખો લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

ચીનમાં આ વાયરસ ક્યાંથી મળ્યા ?

એક ચીની સંશોધન ટીમ પોલિમેટાલિક નોડ્યુલ પ્રાંતમાં સમુદ્રની નીચે ધાતુઓ શોધી રહી હતી. તેઓએ ધાતુઓ વિશે માહિતી શોધી કાઢી, પરંતુ મોટી સંખ્યામાં વાયરસ પણ શોધી કાઢ્યા હતા. જ્યારે સંશોધન ટીમે આ વાયરસ પર કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેમને ખબર પડી કે તેમાં ઘણા વાયરસ છે જે માનવ શરીરમાં બેક્ટેરિયાનો સંપૂર્ણ નાશ કરી શકે છે. ચીની સંશોધન ટીમના જણાવ્યા મુજબ, તેમણે શોધેલા વાયરસ બધા જ આનુવંશિક રીતે એકબીજા સાથે સંબંધિત છે, એટલે કે તે બધા લગભગ સમાન છે. 

શું આ વાયરસ મનુષ્યો માટે ખતરનાક ?

સંશોધન ટીમ જણાવે છે કે આ વાયરસ હાલમાં મનુષ્યો માટે કોઈ ખતરો નથી. જો કે, આ વાયરસથી સંક્રમિત બેક્ટેરિયાને મારી શકાય છે, જે મનુષ્યો માટે ચિંતાનો વિષય છે. નેચર જર્નલ અનુસાર, બધા વાયરસના વિગતવાર અભ્યાસની જરૂર છે. કારણ કે આ વાયરસ ભવિષ્યમાં ખતરનાક બની શકે છે. 

કોરોના વાયરસની યાદ ફરી થઇ તાજા 

ચીને તેમના વિશે વિગતવાર માહિતી પ્રકાશિત કરવી જોઈએ. રસપ્રદ વાત એ છે કે, જ્યારે કોરોના વાયરસ વુહાન લેબમાંથી લીક થયો હતો, ત્યારે પણ ચીને તેને ખતરનાક જાહેર કર્યો ન હતો. આ વાયરસ કૌડોવિરિસેટ પરિવારનો છે.

આ પણ વાંચોઃ ફ્લાઇટમાં મોબિકિન્સ પાવર બેંક લઈ જવા પર પ્રતિબંધ, ડીજીસીએનો આદેશ