હોંગકોંગના હવામાન વિભાગે રવિવારે જ આ તોફાનને લઈને એલર્ટ જાહેર કર્યું હતું. રવિવાર રાત્રે તોફાન માટે નંબરમાં આઠ સેગ્નલ જારી કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે સવારે 9 વાગ્યે તાપાહના કેન્દ્રની નજીક લગભગ 68 માઇલ (110 કિમી) પ્રતિ કલાકની ઝડપે સતત પવન ફૂંકાઈ રહ્યો હતો.

શાળા-કોલેજો બંધ, ફ્લાઈટ્સ પણ અસરગ્રસ્ત

તપાહ તોફાનથી દક્ષિણ ચીનનું ગુઆંગડોંગ પ્રાંત સૌથી વધુ અસરગ્રસ્ત થયું છે, જ્યાં જનજીવન અકળાઈ ગયું છે. અનેક શાળા અને કોલેજોને બંધ કરી દેવામાં આવી છે અને હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

100 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી

સરકારી સમાચાર એજન્સી અનુસાર, હોંગકોંગની નજીક આવેલા ગુઆંગડોંગના આર્થિક કેન્દ્રમાં તોફાન પહેલા જ ઘણી ટ્રેન અને ફેરી સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. રવિવાર બપોર સુધીમાં લગભગ 60,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અહીં લગભગ 100 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા મુસાફરોને એરપોર્ટ પર જ ખુરશીઓ પર રાત ગાળવી પડી હતી. આ દરમિયાન બેઈજિંગથી આવી રહેલી HK એક્સપ્રેસની એક ફ્લાઈટ લેન્ડિંગ દરમિયાન રનવે પરથી ખસડી ગઈ હતી, જોકે કોઈ મુસાફરને ઈજા પહોંચી નહોતી.

સરકાર દ્વારા એલર્ટ જાહેર

તે જ સમયે વાવાઝોડાને કારણે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સરકારને ગુઆંગડોંગમાં ઝાડ પડવાના અને પૂર આવવાના લગભગ 100થી વધુ અહેવાલો મળ્યા છે, જેના કારણે હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મકાઉના કેટલાક વિસ્તારોમાં પણ હળવા પૂરના સમાચાર છે.
  • Follow us on: