દુનિયાની બે મહાસત્તાઓ અમેરિકા અને ચીન વચ્ચે શું કોઈ 'સાઈલન્ટ વોર' ચાલી રહ્યું છે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે ચીનમાં હાઈપરસોનિક મિસાઈલ અને ડ્રોન પ્રોજેક્ટ સાથે જોડાયેલા 8 ટોચના વૈજ્ઞાનિકોના છેલ્લા 2 વર્ષમાં શંકાસ્પદ સંજોગોમાં મોત થયા છે. આ ઘટસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે અમેરિકાએ પણ પોતાના 10 વૈજ્ઞાનિકોના મોતની તપાસ શરૂ કરી છે.


રહસ્યમય મોતનો સિલસિલો

ચીનના જે વૈજ્ઞાનિકોના મોત થયા છે તેમાં સ્પેસ મોનિટરિંગ પ્રોગ્રામના ઝાંગ જિયાઓક્સિન, હાઈપરસોનિક પ્રોજેક્ટના ફાંગ ડેઈંગ અને ડ્રોન ટેક્નોલોજીના નિષ્ણાત લિયુ ડોનઘાઓ જેવા મોટા નામો સામેલ છે. કોઈનું મોત માર્ગ અકસ્માતમાં થયું છે તો કોઈનું અજ્ઞાત બીમારીથી. આશ્ચર્યની વાત એ છે કે આ તમામ વૈજ્ઞાનિકો ચીનના અતિ સંવેદનશીલ સૈન્ય પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા હતા.

અમેરિકામાં પણ સ્થિતિ ગંભીર

થોડા દિવસો પહેલા ફોક્સ ન્યૂઝના રિપોર્ટમાં જણાવાયું હતું કે અમેરિકામાં પણ છેલ્લા 3 વર્ષમાં પરમાણુ પ્રોજેક્ટ સાથે જોડાયેલા 10 વૈજ્ઞાનિકોના મોત થયા છે. વ્હાઇટ હાઉસ આ મામલે ગંભીર છે અને તપાસના આદેશ આપ્યા છે. બંને દેશો આ વૈજ્ઞાનિકોના મોત પર મૌન સેવી રહ્યા છે, જે અનેક આશંકાઓને જન્મ આપી રહ્યો છે.

આ પણ વાંચો: Pakistan: પાકિસ્તાને સાઉદીની મદદથી UAEનું દેવું ચૂકવ્યું,130 બિલિયન ડોલરના દેવા વચ્ચે મોટી રાહત

 

  • Follow us on: