આશરે 294 લોકોના મોત થયા હતા અને હજારો ઘરોનો નાશ થયો હતો. અર્થતંત્ર પર આ ભૂકંપની ઊંડી અસર થઇ છે.  

ટ્રમ્પ સાથે એબેલાર્ડોની ટેલિફોનિક વાતચીત 

કોલંબિયાના નવા રાષ્ટ્રપતિ, એબેલાર્ડો ડે લા એસ્પ્રીએલાએ 15 ઓગસ્ટે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાત કરી હતી. તેમણે ટ્રમ્પને કોલંબિયાના ઉત્પાદનો પર લગાવેલા નવા ટેરિફને અસ્થાયી રૂપે સ્થગિત કરવા વિનંતી કરી હતી. એબેલાર્ડોએ કહ્યું કે, આ દક્ષિણ અમેરિકન દેશ ઘાતક ભૂકંપની અસરોથી પીડાઈ રહ્યો છે. તેથી, તાજેતરમાં વધેલા ટેરિફને સ્થગિત કરવા જરૂરી છે. જુલાઈના અંતમાં આ ટેરિફ 10% થી વધારીને 12.5% ​​કરવામાં આવ્યા હતા. કોફી અને તેલ જેવા કેટલાક ઉત્પાદનોને મુક્તિ આપવામાં આવી હતી.

એબેલાર્ડો ડે લા એસ્પ્રીએલાની પોસ્ટ 

એબેલાર્ડો ડે લા એસ્પ્રીએલાએ X પર કહ્યું કે, મેં તેમને કોલંબિયાના ઉત્પાદનોને અસર કરતા ઊંચા ટેરિફને અસ્થાયી રૂપે સ્થગિત કરવા કહ્યું, જેથી ભૂકંપને કારણે ખૂબ જ મુશ્કેલ સમયનો સામનો કરી રહેલા અમારા વ્યવસાયોને થોડી રાહત મળી શકે. તેમણે કહ્યું કે વાતચીત ખૂબ જ મૈત્રીપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ હતી. ટ્રમ્પે ભૂકંપ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તેમને સહાયની ખાતરી આપી હતી. કોલંબિયાના રાષ્ટ્રપતિએ યુએસ બચાવ ટીમો અને નાણાકીય સહાય માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો. ડે લા એસ્પ્રિએલાએ કહ્યું કે, તેમણે ટ્રમ્પ સાથે લગભગ 10 મિનિટ વાત કરી. એબેલાર્ડોએ તેમને કહ્યું કે, આપણી સામે એક મોટો પડકાર છે. મને વારસામાં મળેલી અત્યંત મુશ્કેલ અને વિનાશક આર્થિક પરિસ્થિતિ વચ્ચે કોલંબિયાનું પુનર્નિર્માણ કરવુ. 

હજારો ઘરોનો નાશ થયો

પશ્ચિમ કોલંબિયાના શહેરો કાલી અને પેરેરામાં ભૂકંપે ભારે તબાહી મચાવી છે. જેમાં લગભગ 300 લોકો માર્યા ગયા અને 13,000 ઘરોનો નાશ થયો. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન, ટ્રમ્પે જમણેરી વિચારધારા ધરાવતા, કરોડપતિ વકીલમાંથી રાજકારણી બનેલા એબેલાર્ડોને સમર્થન આપ્યું હતુ. 

આ પણ વાંચોઃ કતારે ઈરાનના 3 પાયલટને બંદી બનાવ્યા? તેહરાનના સનસનાટીભર્યા દાવા પર દોહાનો ચોંકાવનારો ખુલાસો