ચીન-રશિયાની મિત્રતા અને એ મિત્રતામાં વધુ એક ઉત્તર કોરિયાનો ઉમેરો અમેરિકી ટ્રમ્પની આંખોમાં અટકી રહ્યો છે. ચીને વિશ્વના દિગ્ગજ રાષ્ટ્રપ્રમુખોને પોતાની રાજધાની બીજિંગના થિયાનમેન ચોક પર પોતાની સૈનિક શક્તિ દર્શાવવા માટે આમંત્રિત કર્યા છે. આ મહાસમારંભમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઉપરાંત ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પણ હાજર રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યા મરચાં

એક જ મંચ પર આ દિગ્ગજોની હાજરી જોઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન, રશિયા અને ઉત્તર કોરિયા પર અમેરિકા વિરુદ્ધ સાજિશ રચવાનો આરોપ મૂક્યો છે. તેમણે તંજ કસતા કહ્યુ કે, મહેરબાની કરીને મારી શુભકામનાઓ વ્લાદિમીર પુતિન અને કિમ જોંગ ઉનને આપજો, જ્યારે તમે લોકો યુનાઈટેડ સ્ટેટ્સ વિરુદ્ધ સાજિશો રચી રહ્યાં હોવ.

પરેડમાં અનેક નેતાઓ રહ્યા હાજર

ચીન બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન પર મળેલી વિજયની 80 મી વર્ષગાંઠનો ભવ્ય ઉત્સવ ઉજવી રહ્યું છે. ચીનના ઐતિહાસિક થિયાનમેન સ્ક્વેર પર યોજાયેલી આ પરેડ જે અત્યારે સત્તાવિરોધી દેખાવોનું પ્રતિક બની ચૂક્યું છે. તેમાં હજારો સૈનિકો, 100 થી વધુ ફાઇટર જેટ્સ, મિસાઈલો, હાઈપરસોનિક હથિયારોનું પ્રદર્શન કરાયું હતું. ચીને આ પરેડમાં નવી પેઢીના હથિયાર પણ રજૂ કર્યા. આ પરેડમાં રશિયાના વ્લાદિમીર પુતિન, ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન, ઈરાનના મસૂદ પેજેશ્કિયન સહિત 26 દેશોના નેતાઓ ઉપસ્થિત રહ્યા. 
  • Follow us on: