બાંગ્લાદેશના રસ્તાઓ પર ફરીવાર હોબાળો સર્જાયો છે. અહીં વિદ્યાર્થી સંગઠન દ્વારા હિંસક આંદોલન કરવામાં આવી રહ્યા છે. ઢાકામાં શાળા કોલેજના કેમ્પસ પર પડેલા એયરક્રાફટમાં મોટી સંખ્યામાં બાળકોના મોત થયા હતા. આ દુર્ઘટના મામલે વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ પ્રદર્શિત કર્યો છે. આ કેસમાં તપાસનો રેલો હવે મોહમ્મદ યૂનુસના વચગાળાની સરકાર સુધી પહોંચ્યો છે. બાગ્લાદેશની રાજધાની ઢાકા ફરીવાર આગની લપટોમાં ફેરવાઇ છે.


પ્રદર્શન દરમિયાન સચિવાલયમાં નુકસાન

ઢાકાના માઇલસ્ટોન શાળા-કોલેજ પર એયરક્રાફટ ક્રેશ થતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા. જેમાં મૃત્યુઆંક 31 પર પહોંચ્યો છે. હવે આ મામલે વિરોધ પ્રદર્શનો શરુ થયા છે. જે વિદ્યાર્થી સંગઠન શેખ હસીના સમયે હોબાળો કરી રહ્યા હતા. તે જ વિદ્યાર્થી સંગઠન હવે ફરી રસ્તા પર ઉતર્યા છે. જે મોહમ્મદ યૂનુસની વચગાળાની સરકાર માટે ખતરારૂપ દેખાઇ રહ્યુ છે. ઢાકામાં વિવિધ સંગઠનોએ શિક્ષણ સલાહકારના રાજીનામાની માગ કરી છે. આ પ્રદર્શન દરમિયાન સચિવાલયમાં મોટું નુકસાન પહોંચ્યુ છે. પોલીસે આ તમામ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા. અને લાઠીચાર્જ કર્યો હતો.

સંવેદનાના સમયે પ્રદર્શન

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. પોલીસ કમિશ્નરે સ્વીકાર્યુ હતુ કે, તેઓએ ટીયરગેસના સેલ છોડ્યા હતા. અને લાઠીચાર્જ કર્યો હતો. એક તરફ, હિંસક પ્રદર્શનો ચાલી રહ્યા હતા. તો બીજી તરફ, પીડિત પરિવારના લોકો દુઃખમાં જોવા મળ્યા હતા. એયરક્રાફટ ક્રેશની દુર્ઘટના બાદ બાંગ્લાદેશ સરકારે રાજકીય શોક જાહેર કર્યો હતો. અને વિવિધ દેશોમાંથી સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી. 

  • Follow us on: