આ ઘટના ત્રણ અલગ અલગ શાળાઓ પર દિવસના પ્રકાશમાં થયેલા સંકલિત હુમલામાં બની હતી.
ધોળા દિવસે બની ઘટના
નાઇજીરીયાના ઓયો ક્ષેત્રમાં મોટરસાયકલ પર આવેલા હુમલાખોરોએ આડેધડ ગોળીબાર કર્યો હતો. બાળકોને બંધક બનાવ્યા અને નજીકના જંગલ વિસ્તારમાં ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતાં, સુરક્ષા દળોએ ઓલ્ડ ઓયો રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસના સંભવિત માર્ગોને સીલ કર્યા હતા. અને મોટા પાયે શોધખોળ અભિયાન શરૂ કર્યું હતુ. આ ઘટના સવારે બની હતી. શિક્ષકે જણાવ્યું હતું કે, હુમલાખોરો લશ્કરી ગણવેશ અને માસ્ક પહેરેલા યુવાનો હતા.
ત્રણ શંકાસ્પદોની અટકાયત
શિક્ષિકા એલિઝાબેથ ઓલાગોકે જણાવ્યું હતું કે, સવારના સત્ર શરૂ થયાની સાથે જ આતંકવાદીઓ સવારે 8 વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા. તેઓ છ મોટરસાઇકલ પર આવ્યા હતા. દરેક મોટરસાઇકલ પર બે લોકો હતા. તેઓએ યોરૂબા, હૌસા અને પિડજિન અંગ્રેજીમાં બૂમો પાડી અને પછી આડેધડ ગોળીબાર કર્યો હતો. જેના કારણે ગભરાટ ફેલાયો હતો. અત્યાર સુધીમાં ત્રણ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિની પ્રતિક્રિયા આવી સામે
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, નાઇજીરીયાના રાષ્ટ્રપતિ બોલા ટીનુબુએ કહ્યું કે, બંને દેશોએ બોલ્ડ સંયુક્ત કાર્યવાહી દ્વારા ISIS ને ગંભીર ફટકો આપ્યો છે. 2023માં વોશિંગ્ટન દ્વારા વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કરાયેલા અલ-મિનુકી, લેક ચાડ બેસિનમાં તેના ઠેકાણા પર થયેલા હુમલામાં તેના ઘણા સાથીઓ સાથે માર્યા ગયા હતા. સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ગુપ્ત માહિતી દર્શાવે છે કે મિનુકીએ બોર્નો સ્ટેટના મેટેલે વિસ્તારમાં મજબૂત ગઢ સ્થાપિત કર્યો છે.
આ પણ વાંચોઃ Supreme Courtની નેપાળના પીએમ Balen Shah સામે લાલ આંખ, ભારતીય સામાન પર કસ્ટમ ડ્યુટીનો નિયમ રદ
