ફ્લોરિડામાં તેમના માર-એ-લાગો રિસોર્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે ગુપ્ત સેવા દ્વારા યુવકને ઠાર માર્યો હતો.

ઓસ્ટિન માર્ટિનની ગોળી મારી હત્યા

ગુપ્ત સેવાના અધિકારીઓએ માર-એ-લાગો રિસોર્ટની બહાર સુરક્ષા ઘેરાબંધી તોડવાનો પ્રયાસ કરતી વખતે 21 વર્ષીય ઓસ્ટિન ટકર માર્ટિનને ગોળી મારી ઠાર કરાયો હતો. તે ડોનાલ્ડ ટ્રમ્પનો સમર્થક હોવાનું કહેવાય છે. તેના કૃત્યોના ચોક્કસ કારણો હજુ સ્પષ્ટ થયા નથી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટના સ્થાનિક સમય મુજબ સવારે 1-30 કલાકે બની હતી. ઓસ્ટિન રિસોર્ટના નોર્થ ગેટ પાસે સુરક્ષા ઘેરાબંધી તોડવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. તે શોટગન અને ગેસ કેનથી સજ્જ હતો.

સમર્થક હોવા છતાં કેમ વિરોધ ?

ગુપ્ત સેવાના એજન્ટો અને સ્થાનિક શેરિફના ડેપ્યુટીઓએ તેને રોકવા અને તેનું હથિયાર છોડી દેવા કહ્યું. તેણે ગેસ કેન છોડી દીધું પરંતુ શોટગનને ફાયરિંગ પોઝિશનમાં ઉંચી કરી. ત્યારબાદ એજન્ટોએ ગોળીબાર કર્યો હતો. જેના કારણે તેમનું સ્થળ પર જ મોત થયું હતુ. ઘટના સમયે ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પ હાજર નહોતા. તે ટ્રમ્પ સમર્થક હતા, છતાં તેઓ તેમની હત્યા કરવા નીકળ્યો હતો.

આતંકવાદી હુમલો કે એકલ પ્રયાસ ?

માર્ટિન માતાપિતા સાથે રહેતો હતો અને વધારાની આવક મેળવવા માટે પેન્સિલ સ્કેચ વેચતો હતો. તેણે પગાર વધારો મેળવવા માટે તેની ઓફિસમાં એક યુનિયન બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તે પ્રયાસ નિષ્ફળ ગયો. કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સ તેને "કટ્ટરપંથી" તરીકે વર્ણવે છે. પરંતુ તપાસ એજન્સીઓએ હજુ સુધી સત્તાવાર રીતે જણાવ્યું નથી કે આ આતંકવાદી હુમલો હતો કે એકલ પ્રયાસ.

આ પણ વાંચોઃ Sheikh Hasinaને તારિક રહેમાનની સરકાર હેઠળ મળી વધુ એક રાહત