ચૂંટણી પહેલા, વધુ એક હિન્દુની હત્યા કરાઇ છે. ઉગ્રવાદીઓ દ્વારા તેના પર કુહાડીથી હુમલો કરાયો હતો.

હત્યાનો સિલસિલો યથાવત

બાંગ્લાદેશની ચૂંટણી પહેલા યુનુસના શાસને દેશમાં તબાહીનો માહોલ ઉભો કર્યો છે. લઘુમતીઓની હત્યા સામાન્ય બની ગઈ છે. 12 ફેબ્રુઆરીએ ચૂંટણીના માત્ર 48 દિવસ પહેલા, વધુ એક હિન્દુની હત્યા કરવામાં આવી છે. આ ઘટના મૈમનસિંહ જિલ્લામાં બની છે. જ્યાં ઉગ્રવાદીઓના ટોળાએ દીપુ દાસની હત્યા કરી હતી અને બાદમાં શરીરને આગ લગાવી હતી. આ વખતે ચોખાના વેપારી સુષેન ચંદ્ર સરકારને નિશાન બનાવીને કુહાડીથી હત્યા કરાઇ હતી.

યુનુસ શાસનમાં કથળતી વ્યવસ્થતા

આ ઘટના બાંગ્લાદેશના મૈમનસિંહ જિલ્લાના ત્રિશાલ સબડિસ્ટ્રિક્ટમાં બની હતી. હિન્દુ ચોખાના વેપારી સુશેન ચંદ્ર સરકાર પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમની દુકાનમાં જ તેમની હત્યા કરવામાં આવી હતી. હત્યા પછી, કાયર કટ્ટરપંથીઓ પકડાઈ જવાના ડરથી ભાગી ગયા હતા. વેપારીના લોહીથી દુકાનમાં લોહીના ડાઘા પડી ગયા હતા અને હત્યારાઓએ શટર બહારથી બંધ કરી દીધા હતા. જેથી મૃતદેહ કોઈ શોધી ન શકે.

મૈમનસિંહ જિલ્લામાં હત્યાનો બનાવ

મૈમનસિંહમાં આ ત્રીજી હત્યા છે. જેનાથી લઘુમતી હિન્દુ સમુદાયમાં ભય અને ચિંતા ફેલાઈ છે. અગાઉ, બજેન્દ્ર બિશ્વાસને કપડાની ફેક્ટરીમાં તેના સાથી કામદારે ગોળી મારીને હત્યા કરી હતી. તેના થોડા દિવસો પહેલા, તે જ વિસ્તારના ફેક્ટરી કામદાર દીપુ ચંદ્ર દાસને ખોટા ઈશનિંદાના આરોપમાં ટોળાએ માર મારીને હત્યા કરી હતી.

આ પણ વાંચોઃ Anushka Yadavની અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટમાં હસબન્ડ કોલમમાં Tej Pratap Yadavનું નામ આવ્યુ સામે