હત્યાના મામલે પોલીસે શંકાસ્પદ આરોપી તરીકે મનપ્રીત સિંહ નામના યુવકનું નામ જાહેર કર્યુ છે.

હત્યાનું કારણ અકબંધ

કેનેડાના ઓંટારિયો પ્રાંતમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. 27 વર્ષીય ભારતીય મૂળની મહિલા અમનપ્રીત સૈનીનો શંકાસ્પદ સ્થિતિમાં મૃતદેહ મળી આવ્યો હતો. મોત બાદ પોલીસે ભારતીય મૂળના યુવક મનપ્રીત સિંહને હત્યાના આરોપી તરીકે જાહેર કર્યો છે. આ શંકાસ્પદ યુવક હત્યા બાદ ફરાર છે. પોલીસે તેને પકડવા માટે શોધખોળ શરુ કરી છે. પોલીસે તેને પકડવા માટે કેનેડા-વાઇડ અરેસ્ટ વોરન્ટ જાહેર કર્યુ છે.

પોલીસ તપાસ શરુ

પોલીસના જણાવ્યા પ્રમાણે એક ટારગેટેડ અટેક હતો. પોલીસ આ મામલે ઉંડાણથી તપાસ કરી રહી છે. અમનપ્રીત સૈની અને મનપ્રીત સિંહ એકબીજાને ઓળખતા હોવાનું પોલીસે જણાવ્યુ છે. આ મામલો 21 ઓક્ટોબરનો છે. ઓંટારિયોના ચાર્લ્સ ડૈલી પાર્ક, લિંકન વિસ્તારમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં તેની ઓળખ ટોરંટોના નોર્થ યોર્ક વિસ્તારના નિવાસી અનમપ્રીત સૈનીના રૂપમાં કરવામાં આવી હતી. પોલીસે કહ્યુ હતુ કે, અમનપ્રીતના શરીર પર ગંભીર ઇજાઓના નિશાન જોવા મળ્યા હતા. અને આ હત્યાનો બનાવ હોવાનું પોલીસે કહ્યુ હતુ. અનમપ્રીત સૈની ભારતીય મૂળના હતા.

આરોપી મનપ્રીતને પકડવા કવાયત તેજ

પોલીસે મનપ્રીતની નાગરિકતાનો ખુલાસો નથી કર્યો. પરંતુ કેનેડા અને ભારતીય મીડિયા રિપોર્ટ અનુસાર તેમનો પરિવાર ભારતના પંજાબ રાજ્ય સાથે જોડાયેલો છે. મનપ્રીત ભારત ફરાર થયો હોવાની શંકા સેવાઇ રહી છે. તેને વિરુદ્ધ કેનેડા-વાઇડ અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યુ છે. નિયાગ્રા પોલીસની હત્યાકાંડ વિભાગે જનતાને અપીલ કરી છે કે, જે પણ વ્યક્તિ મનપ્રીત વિશે માહિતી આપવા ઇચ્છે છે તેઓ NRPS હોમિસાઇડ યૂનિટ સાથે સંપર્ક કરે. 

  • Follow us on: