જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ફર્સ્ટ લેડીની સાથે UN મહાસભામાં ભાષણ આપવા પહોંચ્યા હતા. તો તેમણે પગ મૂકતા જ એન્ટ્રી ગેટની પાસે જ એસ્કેલેટર અચાનક બંધ થઇ ગયુ. ટ્રમ્પ જ્યારે મંચ પર પહોંચ્યા ટેલિપ્રોમ્પટર પણ ખરાબ થઇ ગયુ. તેમણે સાઉન્ડ સિસ્ટમ ખરાબ થવાનો પણ દાવો કરવામાં આવ્યો.
ટ્રમ્પે ઘટનાને ટ્રિપલ ષડયંત્ર ગણાવ્યુ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ઝિદ્દ માટે જાણીતા છે. એકવાર ફરી તેઓ એ જ રસ્તે જતા દેખાઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે મંગળવાર, 23 સપ્ટેમ્બર ના રોજ સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ આપવા ગયા ત્યારે તેમની સાથે ત્રણ એવી ઘટના ઘટી જેને તેમણે "ટ્રિપલ સાજિશ" તરીકે વર્ણવી છે . તેઓ જે એસ્કેલેટર એટલે કે ઉપર જતી સીડીઓ પર હતા તે અચાનક બંધ થઈ ગઇ, ભાષણ દરમ્યાન તેમનું ટેલિપ્રોમ્પટર બગડી ગયુ અને સાઉન્ડ સિસ્ટમમાં પણ ખામી આવી. હવે ટ્રમ્પ આ બધાને એક સોચી સમજી સાજિશ ગણાવી રહ્યા છે અને તપાસની માંગ પર અડગ રહ્યા છે.
ટ્રમ્પની નારાજગી ઓછી નથી થઇ રહી
જોકે બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું છે કે મંગળવારે ન્યૂયોર્ક સ્થિત તેમના મુખ્યાલયમાં ટ્રમ્પ સાથે જે ઘટનાઓ ઘટી, તે આકસ્મિક હતી કોઈ સાજિશ નહોતી. આ ઘટનાઓ માટે આંશિક રીતે વ્હાઈટ હાઉસના સ્ટાફને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.તો બીજી તરફ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ નાખીને ટ્રમ્પે પોતાની નારાજગી દર્શાવી છે. તેમણે આ દુર્ઘટનાઓની શ્રૃખંલાને ખૂબ જ ભયાનક બતાવી અને લોકોની ધરપકડની માગ પણ કરી છે અને કહ્યુ કે ગુપ્તચર એજન્સી પણ તપાસ કરી રહી છે.
તાત્કાલિક તપાસની કરી માગ
ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર લખ્યું કે,"આ કોઈ સંયોગ નહોતો, આ તો સંયુક્ત રાષ્ટ્રમાં થયેલી ત્રિપલ સાજીશ હતી. તેમને પોતાને શરમ આવવી જોઈએ… હું આ પત્રની નકલ યૂએન મહાસચિવને મોકલી રહ્યો છું અને હું તાત્કાલિક તપાસની માંગ કરું છું. આમાં કોઇ આશ્ચર્ય નથી કે સંયુક્ત રાષ્ટ્ર તે કામ કરવામાં સક્ષમ નથી જેના માટે તેના બનાવવામાં આવ્યા હતા.