ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ બોમ્બ ફોડ્યો છે. એની સાથે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ભારત-રશિયાની અર્થવ્યવસ્થાને Dead એટલે રે મૃત બતાવી છે...ફરી એક વખત ટ્રમ્પ ભાન ભૂલ્યા છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી
ભારત રશિયા સાથે શું કરે છે તેની મને પરવાહ નથી. તેઓ તેમની DEAD Economy એક સાથે લઇને નીચે ઉતરી શકે છે.આપણે ભારત સાથે ખૂબ જ ઓછો વ્યવસાય કર્યો છે, તેમના ટેરિફ ખૂબ ઊંચા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. તેવી જ રીતે, રશિયા અને યુએસએ લગભગ કોઈ વ્યવસાય સાથે નથી કર્યા. ચાલો તેને આ રીતે જ રાખીએ, અને રશિયાના નિષ્ફળ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને લઇને પણ વાત કરી હતી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ આ વાત પોસ્ટ કરી હતી.
પાક. સાથેના કરાર પર પણ આપ્યુ નિવેદન
મળતી માહિતી મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે તેલને લઇને કરાર કર્યા છે અને તેને લઇને એક નિવેદન પણ આપ્યુ છે કે શું ખબર એક દિવસ પાકિસ્તાન ભારતને તેલ વેચશે. ડોનાલ્ડ ટ્રમ્પના બદલાયેલા સૂર ક્યાંક ભારત સાથેના ખરાબ સંબંધના અણસાર આપી રહ્યા છે. આ પહેલા પણ અનેક વખત ડોનાલ્ડ ટ્રમ્પના એવા નિવેદન સામે આવ્યા હતા કે ભારત સાથે ગાઢ સંબંધ છે. નરેન્દ્ર મોદી સારાં મિત્ર છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે તે જ ભારતના દુશ્મન પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યો છે અને તેની સાથે તેલ પર કરાર કર્યા છે.










