અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લગાવેલા નવા ટેરિફને લઇને અમેરિકામાં જ ઘેરાતા નજર આવી રહ્યા છે. વધુ એક અમેરિકી સાંસદ ગ્રેગરી મિક્સે ભારત પર વધતા ટેરિફને લઇને ચિંતા જતાવી છે. સાથે જ ટ્રમ્પને ભારત સાથે સારા સંબંધો પર સલાહ પણ આપી.
ભારત પર વધુ 25 ટકા ટેરિફને લઇને ટ્રમ્પને લઇને અન્ય દેશો પણ નિવેદન આપી રહ્યા છે. આ સાથે જ વધુ ટેરિફને લઇને ઘરમાં જ ઘેરાયા છે. અમેરિકી સાંસદ ગ્રેગરી મિક્સે ભારત પર વધતા ટેરિફને લઇને ચિંતા જતાવી છે. તેમેણ કહ્યુ છે કે ટ્રમ્પની આ ટેરિફ તાનાશાહી વર્ષોથી તૈયાર કરવામાં આવેલી અમેરિકા-ભારતની વ્યુહાત્મક ભાગીદારીને નુકસાન પહોંચાડી શકે છે. મિક્સ અમેરિકાની હાઉસ ફોરેન અફેયર્સ કમિટીની ડેમોક્રેટિક રેંકગ મેમ્બર છે.
50 ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ કરાશે
હકીકતમાં, ટ્રમ્પ વહીવટીતંત્રે તાજેતરમાં ભારત પર 25 ટકાનું ટેરિફ લાદ્યો છે જે 7 ઓગસ્ટથી અમલમાં આવ્યો.આ સિવાય ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાને લઇને 25 ટકા વધુ ટેરિફ લાદવામાં આવ્યો છે. જે 21 દિવસ બાદ એટલે કે 27 ઓગસ્ટથી લગાવવામાં આવશે. એટલે કે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે.જે અમેરિકા દ્વારા કોઈપણ દેશ પર લાદવામાં આવેલા સૌથી વધુ ટેરિફમાંથી એક છે.
સન્માનજનક રીતે સમાધાન થવુ જોઇએ- અમેરિકી સાંસદ
મીક્સે કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચે ઊંડા વ્યૂહાત્મક, આર્થિક અને સામાજિક સંબંધો છે. આવા સંદર્ભમાં, કોઈપણ વિવાદ અથવા ચિંતા માટે ઉકેલ પ્રજાસત્તાક મૂલ્યોને ધ્યાનમાં રાખીને પરસ્પર સન્માન સાથે થવો જોઈએ. તેમણે ચેતવણી આપી કે ટ્રમ્પની આ કઠોર નીતિ એ સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે, જે વર્ષોની મહેનતથી બનેલા છે.