અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના માટે એટલી ચાહ સાથે નોબેલ શાંતિ પુરસ્કાર ઇચ્છે છે.કે હવે તેના માટે તે કગરવાની પરિસ્થિતિમાં પહોંચી ગયા છે. હકીકતમાં તેમણે પોતાના એક નિવેદનમાં કહ્યુ કે બરાક ઓબામાએ કશુ જ નથી કર્યુ તેમ છતાં તેમને નોબોલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા. જ્યારે ટ્રમ્પ 8 યુદ્ધ રોકાવી ચૂક્યા છે એવામાં તેમને નોબેલ પુરસ્કાર મળવું જોઇએ અને તે તેના માટે જ કગરી રહ્યા છે.


ઓબામાએ કઇ નથી કર્યુ, પરંતુ દેશને બરબાદ કર્યોઃ ટ્રમ્પ

ગાઝામાં યુદ્ધ વિરામના એલાન બાદ વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાતચીત કરતા કહ્યુ કે તેમણે 8 યુદ્ધ રોકાવ્યા છે.પરંતુ તેમણે આ યુદ્ધ કોઇ પુરસ્કાર માટે નથી રોકાવડાયા. શુક્રવારે જ નોબેલ શાંતિ પુરસ્કારનુ એલાન થવાનુ છે. ટ્રમ્પે દુ:ખ વ્યક્ત કર્યું કે ઓબામા રાષ્ટ્રપતિ બન્યાના થોડા મહિના જ થયા હતા જ્યારે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. તેમણે કહ્યું, "તેમણે (ઓબામા) કંઈ કર્યું નહીં.તેમ છતા ઓબામાને પુરસ્કાર મળ્યો,પરંતુ તેમને પણ આનો ખ્યાલ નહોતો અને તેમને પસંદ કરવામાં આવ્યા. ઓબામાને કઇ કરવા માટે નહીં પરંતુ આપણા દેશને તબાહ કરવા માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યોય

માત્ર 8 મહિનામાં જ મળ્યુ નોબેલ પુરસ્કાર

વર્ષ 2009માં બરાક ઓબામાને નોબેલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે ઓબામાને પુરસ્કાર આપવામાં આવ્યુ. ત્યારે તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળને માત્ર 8 મહિનાજ પૂરા થયા હતા. આ જ કારણે લોકોએ ઓબામાને નોબેલ શાંતિ પુરસ્કાર મળવા પર હેરાની જતાવી હતી. એટલુ જ નહિં અમેરિકાના પ્રતિષ્ઠિત ન્યુઝ પેપરે પણ ઓબામાને નોબેલ પુરસ્કાર મળવા પર હેરાની જતાવી હતી અને તર્ક આપવામાં આવ્યુ હતુ કે આ માટે ઉચ્ચ ધોરણો હોવા જોઈએ


  • Follow us on: