Sco સમિટમાં પીએમ મોદી, શી જીનપિંગ અને વ્લાદિમીર પુતિનને જોઇને અમેરિકી રાષ્ટ્રપતિને લાગી આવ્યુ લાગે છે. તેમણે એક પોસ્ટ શેર કરી છે જેમાં પીએમ મોદી, શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિનનો ફોટો છે. આ ફોટો શેર કરીને તેમણે જણાવ્યું કે લાગે છે કે ભારત અને રશિયાને અમે ચીનના હાથે ગુમાવી દીધુ છે. સાથે જ ભારત, રશિયા અને ચીનની દોસ્તીથી ભડક્યા ટ્રમ્પ. 


ટ્રમ્પને લાગી આવ્યું 

ટેરિફ ટેન્શન વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે ટ્રૂથ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે લાગે છે કે અમે ખતરનાક ચીનના હાથે રશિયા અને ભારતને ગુમાવી દીધું. આ સાથે જ ટ્રમ્પે SCO સમિટની એક ફોટો શેર કરી હતી જેમાં પીએમ મોદી, શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન જોવા મળી રહ્યા છે. આ સાથે જ ટ્રમ્પે લખ્યું કે આશા છે કે તેઓનો સાથ લાંબો અને સમૃદ્ધ હોય.




SCO સમિટમાં દેખાયા હતા ત્રણેય દિગ્ગજો

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ એસસીઓ સમિટ યોજાઇ હતી. ચીનના તિયાનજિનમાં SCO સમિટમાં પીએમ મોદી પણ પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એકસાથે જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન, ત્રણેય નેતાઓ વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોએ વિશ્વને સંકેત આપ્યો કે યુએસ રાષ્ટ્રપતિના ટેરિફ યુદ્ધ વચ્ચે એક નવો વિશ્વ ક્રમ આકાર લઈ રહ્યો છે. ઘણા નિષ્ણાતોએ આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી હતી.

વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપવાનો કર્યો ઇન્કાર 

વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફિંગ દરમિયાન ટ્રમ્પના નિવેદન પર પ્રતિક્રિયા માંગવામાં આવતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અંગે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો.


ટેરિફ યુદ્ધ વચ્ચે મહત્વનું નિવેદન 

ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત સાથે ટેરિફને લઈને ઝઘડો ચાલી રહ્યો છે. આ સમય પણ રસપ્રદ છે કારણ કે 31 થી 1 સપ્ટેમ્બર દરમિયાન ચીનના તિયાનજિનમાં SCO બેઠક સમાપ્ત થઈ ગઈ છે. જેમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ ભાગ લીધો હતો. આ પછી, 3 સપ્ટેમ્બરના રોજ ચીનની લશ્કરી પરેડમાં જિનપિંગ સાથે પુતિન પણ એક જ મંચ પર જોવા મળ્યા હતા.


ભારત પર 50% ટેરિફ લાદવામાં આવ્યો

ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લાદ્યો છે. આ પાછળનો તેમનો તર્ક એ હતો કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે, તેથી સજા તરીકે આ ટેરિફ વધારવામાં આવ્યો છે. ટ્રમ્પે બુધવારે જ કહ્યું હતું કે તેમણે ભારત પર 50% ટેરિફ લાદ્યો છે કારણ કે બંને દેશો વચ્ચે લાંબા સમયથી એકતરફી સંબંધ હતો. એક પ્રેસ બ્રીફિંગમાં ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અમેરિકન માલ પર 100% ટેરિફ લાદે છે. આ વિશ્વમાં સૌથી વધુ છે.


  • Follow us on: